ગુવાહાટી,નવી દિલ્હી, 13 સપ્ટેમ્બર
(હિ.સ.) મિઝોરમ અને મણિપુરની મુલાકાત પૂર્ણ કર્યા બાદ, પ્રધાનમંત્રી
નરેન્દ્ર મોદી શનિવારે મોડી સાંજે આસામની રાજધાની ગુવાહાટીના બોરઝારમાં લોકપ્રિય
ગોપીનાથ બોરદલોઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પહોંચ્યા. મુખ્યમંત્રી, અન્ય મંત્રીઓ, નેતાઓ અને વરિષ્ઠ
અધિકારીઓ દ્વારા એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
પ્રધાનમંત્રી ખાનપારા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે, ભારત રત્ન
ડૉ. ભૂપેન હજારિકાના જન્મ શતાબ્દી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા માટે
એરપોર્ટથી સીધા ગુવાહાટી જવા રવાના થયા. પ્રધાનમંત્રીને જોવા અને સ્વાગત કરવા માટે
એરપોર્ટથી ખાનપારા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ સુધીના રસ્તાની બંને બાજુ લોકોની ભારે ભીડ
જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી આજ રાત ગુવાહાટીમાં વિતાવશે.
બીજા દિવસે, રવિવારે, પ્રધાનમંત્રી દરંગ
જિલ્લામાં અને ગોલાઘાટ જિલ્લામાં બે અન્ય કાર્યક્રમોનું આયોજન કરે છે. જેમાં તેઓ
ભાગ લેશે અને કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ રાય / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ