નવી દિલ્હી, 13 સપ્ટેમ્બર (હિ.સ.) અદાણી પાવર લિમિટેડ બિહારમાં ત્રણ અરબ
ડોલર (લગભગ રૂ. 26,482 કરોડ) ના રોકાણ
સાથે 2,400 મેગાવોટ
(અલ્ટ્રા સુપર-ક્રિટિકલ) અત્યાધુનિક પાવર પ્લાન્ટ સ્થાપશે.
અદાણી ગ્રુપ કંપનીએ શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,”
તેણે બિહાર સ્ટેટ પાવર જનરેશન કંપની લિમિટેડ બીએસપીજીસીએલ સાથે 25 વર્ષના પાવર
સપ્લાય કરાર (પીએસએ) પર હસ્તાક્ષર
કર્યા છે. આ અંતર્ગત, રાજ્યના ભાગલપુર
જિલ્લાના પીરપૈંતીમાં સ્થાપિત થનારા પ્રોજેક્ટમાંથી વીજળી પૂરી પાડવામાં આવશે.”
કંપનીએ જણાવ્યું હતું કે,” તે નવા પ્લાન્ટ (800 મેગાવોટx3) અને તેના સહાયક
માળખાના નિર્માણ માટે ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓન અને ઓપરેટ મોડેલ હેઠળ લગભગ 3 અરબ યુએસ ડોલરનું
રોકાણ કરવાની યોજના ધરાવે છે. કંપની 60 મહિનામાં આ પ્લાન્ટ્સને કાર્યરત કરવાનું લક્ષ્ય રાખે છે.”
અદાણી પાવર લિમિટેડે પ્રતિ કિલોવોટ કલાક રૂ. 6.075 ના લઘુત્તમ
સપ્લાય રેટ ઓફર કરીને આ પ્રોજેક્ટ હસ્તગત કર્યો છે. આ કરાર ઓગસ્ટમાં ઉત્તર બિહાર
પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ અને દક્ષિણ બિહાર પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપની
લિમિટેડ વતી અદાણી પાવરને બીએસપીજીસીએલ દ્વારા જારી કરાયેલા લેટર ઓફ એવોર્ડ ઉપરાંત
છે.
ઉલ્લેખનીય છે કે, અદાણી પાવર લિમિટેડ એ અદાણી ગ્રુપની એક
કંપની છે, જે ઇલેક્ટ્રિક
પાવરના ઉત્પાદન સંબંધિત પ્રોજેક્ટ્સ સ્થાપિત કરે છે. તેનું મુખ્ય મથક અમદાવાદ, ગુજરાત ખાતે છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ