નવી દિલ્હી, 13 સપ્ટેમ્બર
(હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે કર્ણાટકના હાસનમાં થયેલા અકસ્માત પર
ઊંડી સંવેદના વ્યક્ત કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે,” આ ઘટના ખૂબ જ હૃદયદ્રાવક છે
અને આ દુઃખદ ક્ષણમાં તેમના વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે.” તેમણે ઘાયલોના ઝડપી
સ્વસ્થ થવાની પણ કામના કરી.
પ્રધાનમંત્રી કાર્યાલય અનુસાર,”પ્રધાનમંત્રી
રાષ્ટ્રીય રાહત ભંડોળ (પીએમએનઆર) માંથી મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયાની સહાય આપવામાં
આવશે. અકસ્માતમાં ઘાયલ થયેલા દરેક વ્યક્તિને 50 હજાર રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે.”
ઉલ્લેખનીય છે કે, કર્ણાટકના હાસન જિલ્લામાં શુક્રવારે
રાત્રે ગણેશ વિસર્જન દરમિયાન એક મોટો અકસ્માત થયો હતો. એક ટ્રક કાબુ ગુમાવીને
ભક્તોની ભીડમાં ઘૂસી ગઈ હતી, જેમાં ઓછામાં ઓછા 8 લોકો માર્યા ગયા હતા અને 20 થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાંથી ઘણાની
હાલત ગંભીર હોવાનું કહેવાય છે. મૃતકોમાં કેટલાક એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ પણ શામેલ
છે.
હિન્દુસ્થાન સમાચાર/સુશીલ કુમાર/સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ