નવી દિલ્હી, 13 સપ્ટેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 થી 15
સપ્ટેમ્બર દરમિયાન પાંચ રાજ્યોની મુલાકાત લેશે, જેમાં મિઝોરમ, મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારનો સમાવેશ થાય છે. આ દરમિયાન, વડાપ્રધાન હજારો
કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે અને જાહેર સભાને
સંબોધિત કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પાંચ રાજ્યોનો પ્રવાસ આજે
મિઝોરમથી શરૂ થશે, જ્યાંથી તેઓ આજે
મણિપુરની પણ મુલાકાત લેશે. વડાપ્રધાન સૌપ્રથમ સવારે 1૦ વાગ્યે આઈઝોલમાં 9૦૦૦ કરોડ
રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ એક
જાહેર સભાને પણ સંબોધિત કરશે.
મિઝોરમ પછી, પીએમ મણિપુરની મુલાકાત લેશે અને બપોરે 12:3૦ વાગ્યે ચુડાચાંદપુરમાં
73૦૦ કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. આ પ્રસંગે, તેઓ હાજર લોકોને
પણ સંબોધિત કરશે. તેઓ બપોરે લગભગ 2:30 વાગ્યે ઇમ્ફાલમાં 1200 કરોડ રૂપિયાથી વધુના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે
અને જાહેર સભાને સંબોધિત કરશે.
મિઝોરમ અને મણિપુરની મુલાકાત લીધા પછી, પ્રધાનમંત્રી
મોદી શનિવારે સાંજે આસામની રાજધાની ગુવાહાટી પહોંચશે, જ્યાં તેઓ ભારત
રત્ન ભૂપેન હજારિકાની 100મી જન્મજયંતિ
નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ બંગાળમાં લશ્કરી કમાન્ડરોના સંયુક્ત
પરિષદનું ઉદ્ઘાટન કરશે.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ