ઇમ્ફાલ, નવી દિલ્હી,13 સપ્ટેમ્બર
(હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં આયોજિત, એક
જાહેર કાર્યક્રમમાં નેપાળ વિશે ખાસ ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે,” હિમાલયની
ગોદમાં આવેલું નેપાળ ભારતનું મિત્ર અને નજીકનું સાથી છે. સહિયારો ઇતિહાસ અને
વિશ્વાસ આપણને જોડે છે અને બંને દેશો સાથે મળીને આગળ વધી રહ્યા છે.”
મોદીએ સુશીલા કાર્કીને, નેપાળના વચગાળાના વડાપ્રધાન તરીકેનો
કાર્યભાર સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું, 140 કરોડ ભારતીયો
વતી, હું સુશીલા જીને
શુભકામનાઓ પાઠવું છું. મને વિશ્વાસ છે કે તેઓ નેપાળમાં શાંતિ, સ્થિરતા અને
સમૃદ્ધિનો માર્ગ મોકળો કરશે. નેપાળના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે તેમનું નેતૃત્વ
મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે.
વડાપ્રધાને નેપાળમાં તાજેતરના વિકાસનો ઉલ્લેખ કર્યો અને
કહ્યું કે,” અસ્થિરતાના વાતાવરણ છતાં, ત્યાંના નાગરિકોએ લોકશાહી મૂલ્યોને સર્વોપરી રાખ્યા છે.
તેમણે ખાસ કરીને નેપાળના યુવાનોની પ્રશંસા કરી જેઓ છેલ્લા દિવસોમાં રસ્તાઓ સાફ કરી
રહ્યા હતા અને રંગ કરી રહ્યા” હતા.” મોદીએ કહ્યું કે, તેમની સકારાત્મક વિચારસરણી
અને કાર્ય માત્ર પ્રેરણાદાયક નથી પણ નેપાળના નવા ઉદયનો સ્પષ્ટ સંકેત પણ છે. મોદીએ
નેપાળને ઉજ્જવળ ભવિષ્ય અને તેના લોકોની આકાંક્ષાઓની પરિપૂર્ણતાની શુભેચ્છા પાઠવી.”
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં નેપાળમાં હિંસક ઘટનાઓ અને
રાજકીય અસ્થિરતાને કારણે વચગાળાની સરકારની રચના કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ