ડોડા, નવી દિલ્હી,13 સપ્ટેમ્બર
(હિ.સ.) ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓની હિલચાલની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ, જમ્મુ
અને કાશ્મીરના ડોડા જિલ્લાના થાથરીમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
ડોડાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક સંદીપ મહેતાએ જણાવ્યું હતું કે,”
શુક્રવારે સાંજે થાથરીના ભલ્લારા વિસ્તારમાં ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને
તે હજુ પણ ચાલુ છે.”
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે,” સેનાની મદદથી પોલીસે
ગામ અને આસપાસના જંગલોના મોટા વિસ્તારને ઘેરી લીધો છે પરંતુ શંકાસ્પદ આતંકવાદીઓનો
હજુ સુધી કોઈ સુરાગ મળ્યો નથી.”
સોમવારે કડક જાહેર સુરક્ષા કાયદા હેઠળ આમ આદમી પાર્ટીના
પ્રદેશ પ્રમુખ અને સ્થાનિક ધારાસભ્ય મેરાજ મલિકની અટકાયત બાદ, ડોડામાં પરિસ્થિતિ
તણાવપૂર્ણ છે. જિલ્લામાં કડક સુરક્ષા વ્યવસ્થા છે અને અધિકારીઓ કોઈપણ અનિચ્છનીય
ઘટનાને રોકવા માટે દરેક ગતિવિધિ પર નજર રાખી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / વીરેન્દ્ર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ