દિલ્હીની તાજ પેલેસ હોટેલને, બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો
નવી દિલ્હી,13 સપ્ટેમ્બર (હિ.સ.) દિલ્હીની તાજ પેલેસ હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો છે, આ પછી, પોલીસે હોટલ પરિસરમાં મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. જોકે, સઘન સર્ચ ઓપરેશન પછી, આ સમાચાર ખોટા નીકળ્ય
દિલ્હીની તાજ પેલેસ હોટેલને, બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો


નવી દિલ્હી,13 સપ્ટેમ્બર

(હિ.સ.) દિલ્હીની તાજ પેલેસ હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો છે, આ પછી, પોલીસે હોટલ પરિસરમાં મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું.

જોકે, સઘન સર્ચ ઓપરેશન

પછી, આ સમાચાર ખોટા

નીકળ્યા. આ ઓપરેશન દરમિયાન,

હોટલમાં રોકાયેલા

મહેમાનો અને સ્ટાફને થોડા કલાકો સુધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, પરંતુ બાદમાં

જ્યારે કોઈ ધમકી ન હોવાનું સ્પષ્ટ થયું ત્યારે, પોલીસે રાહતનો શ્વાસ લીધો.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર,”શુક્રવારે રાત્રે

લગભગ 02 વાગ્યે હોટલ

મેનેજમેન્ટને બોમ્બ વિસ્ફોટની ધમકી આપતો ઈમેલ મળ્યો હતો. આ પછી તરત જ, પોલીસ ટીમો સ્થળ

પર પહોંચી અને હોટલના તમામ ભાગોની સંપૂર્ણ તપાસ કરી, પરંતુ આ સમય દરમિયાન તેમને કોઈ શંકાસ્પદ વસ્તુ

કે સામાન મળ્યો ન હતો.”

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે જ, દિલ્હી

હાઈકોર્ટને મળેલા ઈમેલમાં,

બપોરે

ન્યાયાધીશોના ચેમ્બર અને કોર્ટ પરિસરમાં બોમ્બ વિસ્ફોટની ધમકી આપવામાં આવી હતી. આ

ધમકી ધરાવતો ઈમેલ રજિસ્ટ્રાર જનરલને સવારે લગભગ 8.39 વાગ્યે મળ્યો હતો. તેમાં દાવો કરવામાં આવ્યો

હતો કે, કોર્ટ પરિસરમાં ત્રણ બોમ્બ મૂકવામાં આવ્યા છે. હાલમાં, પોલીસનો સાયબર

સેલ વધુ તપાસમાં રોકાયેલ છે.

હિન્દુસ્થાન સમાચાર / કુમાર અશ્વની / નવની કરવાલ / પવન

કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande