ગંગટોક, નવી દિલ્હી,14 સપ્ટેમ્બર
(હિ.સ.) સિક્કિમના ગેઝિંગ જિલ્લાના 19-સારદોંગ લુંગજિક ગ્રામ પંચાયતના પંચાયત પ્રમુખ રાજેન
ગુરુંગનું ભૂસ્ખલનમાં ફસાઈ જવાથી મૃત્યુ થયું. શનિવાર મોડી રાત સુધી ચાલુ રહેલા
રાહત અને બચાવ કાર્ય બાદ, મૃતક ગુરુંગનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો.
શનિવાર મોડી રાત્રે ઉપલા સરદોંગના લામા ગામ વોર્ડમાં
ભૂસ્ખલનમાં ફસાઈ જવાથી 19- સરદોંગના
લુંગજિક ગ્રામ પંચાયતના પંચાયત પ્રમુખ રાજેન ગુરુંગનું મૃત્યુ થયું. આ ઘટના મૃતકના
ઘર પાસે બની હતી. માહિતી મળ્યા બાદ, સ્થાનિક લોકો અને વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો
બાદ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. ભારે વરસાદ વચ્ચે રાહત અને બચાવ કામગીરી ખૂબ
પડકારજનક હતી.
સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે, પંચાયત પ્રમુખ
રાજેન ગુરુંગના મૃત્યુ પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. તેમણે રવિવારે સવારે સોશિયલ
મીડિયા પર એક પોસ્ટમાં પંચાયત પ્રમુખ રાજેન ગુરુંગના મૃત્યુ પર ઊંડી સંવેદના
વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો કે,” સ્વર્ગસ્થ ગુરુંગની તેમના સમુદાય
પ્રત્યેની નિઃસ્વાર્થ સેવા અને લોકો પ્રત્યેના તેમના અથાક યોગદાનને ઊંડા આદર અને
કૃતજ્ઞતા સાથે યાદ કરવામાં આવશે.”
ઉલ્લેખનીય છે કે, સિક્કિમમાં સતત ભારે વરસાદને કારણે
જાનમાલનું ઘણું નુકસાન થઈ રહ્યું છે. ખાસ કરીને પશ્ચિમ સિક્કિમમાં ભૂસ્ખલનને કારણે
અત્યાર સુધીમાં 5 લોકોએ જીવ
ગુમાવ્યા છે. 11 સપ્ટેમ્બરની
રાત્રે, પશ્ચિમ સિક્કિમના ઉપલા રિમ્બિકમાં ભૂસ્ખલનમાં 3 લોકોના મોત થયા
હતા. 10 સપ્ટેમ્બરની
સવારે પશ્ચિમ સિક્કિમના થાંગસિંગમાં ભૂસ્ખલનમાં એક મહિલાનું મોત થયું હતું.
હિન્દુસ્થાન સમાચાર / બિશાલ ગુરુંગ / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ