મોડાસા, 15 સપ્ટેમ્બર (હિ.સ.)અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક તરીકે મનોહરસિંહ જાડેજાએ ચાર્જ સંભાળતાની સાથે અરવલ્લી જીલ્લામાં પ્રોહીબિશનની પ્રવ્રુતિઓને કડક હાથે ડામી દેવા તંત્રને સુચનાઓ આપ્યા બાદ તંત્ર પણ પરીણામલક્ષી કામગીરી કરવા કટિબદ્ધ છે. સાઠંબા પોલીસ મથકના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર સેજલ પટેલ સ્ટાફ સાથે બાતમી આધારે ગાબટ વિનયદ્વાર ખાતે નાકાબંધી કરીને ઉભા હતા તે દરમિયાન બાતમીવાળી નિશાન કંપનીની કાર આવી પહોંચતાં પોલીસને જોઈ કાર રીવર્સ કરી બુટલેગરે ઉભરાણ તરફ પાછી ભગાવી હતી. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતાં ઉભરાણ જવાના માર્ગ પર બુટલેગર રોડ સાઈડમાં કાર મુકી કારચાલક ખેતરો બાજુ નાસી છુટવામાં સફળ થયો હતો. પોલીસે કારની તલાશી લેતાં કારમાંથી ક્વાર્ટર /બોટલ નંગ. ૫૩.કિંમત રૂ. ૨૫, ૭૮૫/- સાથે કાર મળી કુલ મુદ્દામાલ રૂપિયા. ૨,૨૫,૭૮૫/-નો કબજે લઈને ફરાર કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ