પાટણ, 16 સપ્ટેમ્બર (હિ.સ.): હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણમાં કુલપતિ ડો. કે.સી. પોરીયાની અધ્યક્ષતામાં બિલ્ડીંગ એન્ડ વર્કસ કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં યુનિવર્સિટીની ખરીદી પ્રક્રિયા માટે નવી એસઓપી તૈયાર કરવાનું નક્કી થયું. સાથે જ કેમ્પસમાં લગાવેલી ખરાબ થયેલી સોલાર પેનલોનું મેન્ટેનન્સ કરીને તેને ફરી કાર્યરત કરવામાં આવશે.
યુનિવર્સિટીમાં નિર્માણાધીન ઓવરહેડ પાણીની ટાંકીની ક્વોલિટી, સ્ટેબિલિટી અને સ્ટ્રક્ચરલ સ્ટ્રેન્થની ચકાસણી માટે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન અને નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ (NDT) કરાવવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.
વહીવટી ભવનમાં કર્મચારીઓની બેઠક વ્યવસ્થા સુધારાશે. જ્યાં જગ્યા ઓછી છે ત્યાં વ્યવસ્થા સુધારી જશે અને જ્યાં જગ્યા ખાલી છે તેનું યોગ્ય રીતે પુનર્વિતરણ કરાશે. બેઠકમાં કમિટીના સભ્યો તેમજ યુનિવર્સિટીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ