મોડાસા, 15 સપ્ટેમ્બર (હિ.સ.)મેઘરજ તાલુકાના ઈસરી ગામ નજીક શામળાજી તરફ જતા રોડની બાજુમાં મેડિકલ વેસ્ટ ફેકાયેલ હાલતમાં કચરાના ઢગલામાં જોવા મળ્યો.... મેડિકલ વેસ્ટમાં ટેબલેટ વપરાયેલ પાટા તેમજ અન્ય મેડિકલ સામગ્રીનો સમાવેશ થાય છે આ દ્રશ્યો સામે આવતા ગામ લોકો વાહન ચાલકોમાં ચિંતાની લાગણી જોવા મળી હતી જાહેર રોડ રસ્તા ઉપર મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવતા આરોગ્ય માટે જોખમ થઈ શકે છે ચેપી રોગચાળો ફેલાવાની શક્યતા ઉભી થઇ શકે છે
તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી જરૂરી બને છે હાલ આ વેસ્ટ ક્યાંથી કઈ હોસ્પિટલ કે ક્લિનીકમાંથી ફેકાયો છે તે સ્પષ્ટતા થઈ નથી હોસ્પિટલની કે કિલીનીકની કેવી ઘોર બેદરકારી સામે આવી છે. હવે જોવું રહ્યું કે આની સામે કેટલા પગલાં લેવાય છે?? રોગચાળો ફાટી નીકળે તો કોણ જવાબદાર રહેશે.??
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ