મોડાસા, 15 સપ્ટેમ્બર (હિ.સ.)અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક તરીકે મનોહરસિંહ જાડેજાએ ચાર્જ સંભાળતાની સાથે અરવલ્લી જીલ્લામાં પ્રોહીબિશનની પ્રવ્રુતિઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સુચના આપ્યા બાદ પોલીસ તંત્ર પણ પરીણામલક્ષી કામગીરી કરવા કટિબદ્ધ હોય તેમ લાગી રહ્યું છે.મેઘરજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એમએચ ઝાલાની વાતમી મળી હતી કે સફેદ કલરની સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂ હેરાફેરી થવાનું છે જે અંતર્ગત મેઘરજ પોલીસ ગ્રીન પાર્ક ચોકડી ખાતે નાકાબંધી કરીને ઉભા હતા તે સમય દરમિયાન બાતમી વાળી સફેદ કલરની swift કાર આવી પહોંચતો તેને ગોલ્ડન કરી તલાસી લેતો અંદરથી જુદી જુદી બ્રાન્ડની ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની બોટલ નંગ. ૯૯૮. મળી આવી હતી વિદેશી દારૂ તથા કાર મળી કુલ રૂપિયા ૭.૮૧ લાખના મુદ્દામાલ સાથે આરોપી બંસીલાલ નાથાજી ડામોર. ઉં.વ.૩૫.રહે. ખેરવાડા જી. ઉદેપુર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ