ગીર સોમનાથ, 15 સપ્ટેમ્બર (હિ.સ.)
ગીર સોમનાથ જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો પી. એન. બરુઆના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ અવસરે જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પેટા કેન્દ્રો તથા શાળાઓમાં કૃમિનાશક ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું. આ ઉજવણી અંતર્ગત જિલ્લાના ૩,૦૮,૪૯૨ બાળકને કૃમિનાશક ગોળી આપવામાં આવી હતી.
આ સાથે જ બાળકો, માતાપિતા અને શિક્ષકોને કૃમિનાશક દવા લેવાના ફાયદા તેમજ આરોગ્ય જાગૃતિ અંગે માહિતગાર કરવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ, મેડિકલ સ્ટાફ, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ