પાટણ, 15 સપ્ટેમ્બર (હિ.સ.)હરિદ્વારના સર્વાનંદ ઘાટ પર કુંણઘેર સ્થિત ચૂડેલ માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા એક વિશિષ્ટ ધાર્મિક કાર્યક્રમ યોજાયો, જેમાં ગંગા મૈયાને 351 ફૂટ લાંબી વિશેષ સાડી અર્પણ કરવામાં આવી. ટ્રસ્ટના સભ્યો બચુભાઈ નાયક, સંજયભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ, અરવિંદભાઈ વ્યાસ, સુરાજી રાજપૂત અને ખોડાજી ઠાકોરે આ અર્પણવિધિ નિભાવાવી.
કાર્યક્રમ દરમિયાન શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકોએ ભક્તિભાવથી મોટી સંખ્યામાં હાજરી આપી હતી. પૂજા-અર્ચના અને ભવ્ય ગંગા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ “ગંગા મૈયા કી જય” ના નાદ સાથે સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું.
આ અર્પણવિધિનો મુખ્ય ઉદ્દેશ ગંગા નદીની પવિત્રતા જાળવી રાખવાનો અને નદીઓના મહાત્મ્ય અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. સાથે સાથે પર્યાવરણ સુરક્ષા અને નદી સ્વચ્છતા અંગેના સંદેશને પ્રસારિત કરવાનો પ્રયત્ન યોજનાકર્તાઓએ કર્યો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ