ઝારખંડમાં એક કરોડનું ઈનામ ધરાવતો નક્સલી સહદેવ સોરેન માર્યો ગયો, બે અન્ય નક્સલીઓ પણ માર્યા ગયા
હઝારીબાગ, નવી દિલ્હી, 15 સપ્ટેમ્બર (હિ.સ.) ઝારખંડના હજારીબાગ જિલ્લામાં આજે સવારે, પોલીસ અને પ્રતિબંધિત નક્સલી સંગઠન સીપીઆઈ માઓવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં એક કરોડનું ઈનામ ધરાવતો સહદેવ સોરેન સહિત ત્રણ નક્સલીઓ માર્યા ગયા. આ
નક્સલી


હઝારીબાગ, નવી દિલ્હી, 15 સપ્ટેમ્બર

(હિ.સ.) ઝારખંડના હજારીબાગ જિલ્લામાં આજે સવારે, પોલીસ અને પ્રતિબંધિત નક્સલી

સંગઠન સીપીઆઈ માઓવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં એક કરોડનું ઈનામ ધરાવતો સહદેવ સોરેન

સહિત ત્રણ નક્સલીઓ માર્યા ગયા. આ અથડામણ સવારે 6 વાગ્યે ગિરિડીહ પોલીસ સ્ટેશન

વિસ્તાર હેઠળના પનાતિત્રી જંગલ વિસ્તારમાં (બોકારો અને ગિરિડીહનો સરહદી વિસ્તાર)

થઈ હતી. ઝારખંડ પોલીસના આઈજી (ઓપરેશન) માઈકલ રાજ એસ. એ આ વાતની પુષ્ટિ કરી છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર,”માર્યા ગયેલા

સહદેવ સોરેન ઉર્ફે પ્રવેશ અને બે અન્ય નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે. સહદેવ

સેન્ટ્રલ કમિટીનો સભ્ય હતો. આ અથડામણમાં, 25 લાખનું ઈનામ ધરાવતો એસએસી સભ્ય રઘુનાથ હેમ્બ્રમ ઉર્ફે

ચંચલ અને 1૦ લાખનું ઈનામ ધરાવતો ઝોનલ કમાન્ડર બિરસેન ગંઝુ પણ માર્યા ગયા.

ઘટનાસ્થળેથી ત્રણ એકે-47 રાઈફલ મળી આવી છે. કોબ્રા, ગિરિડીહ અને હજારીબાગ પોલીસની સંયુક્ત ટીમ,

એન્કાઉન્ટરમાં સામેલ હતી. શોધખોળ કામગીરી ચાલુ છે.

હિન્દુસ્થાન સમાચાર / વિકાસ કુમાર પાંડે / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande