રાષ્ટ્રીય કૃષિ પરિષદ-રબી અભિયાન, આજે અને કાલે પુસામાં
નવી દિલ્હી, 15 સપ્ટેમ્બર (હિ.સ.) બે દિવસીય ''રાષ્ટ્રીય કૃષિ પરિષદ-રબી અભિયાન 2025'' આજથી ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (પુસા), દિલ્હી ખાતે શરૂ થશે. આ પરિષદની અધ્યક્ષતા કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ કરશે. કેન્દ્રીય કૃષિ અને
રાષ્ટ્રીય કૃષિ પરિષદ-રબી અભિયાન, આજે અને કાલે પુસામાં


નવી દિલ્હી, 15 સપ્ટેમ્બર (હિ.સ.) બે દિવસીય 'રાષ્ટ્રીય કૃષિ

પરિષદ-રબી અભિયાન 2025' આજથી ભારતીય કૃષિ

સંશોધન સંસ્થા (પુસા), દિલ્હી ખાતે શરૂ

થશે. આ પરિષદની અધ્યક્ષતા કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ કરશે. કેન્દ્રીય કૃષિ અને

ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા, એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.

નિવેદન અનુસાર, ‘દેશભરના કૃષિ નિષ્ણાતો, વૈજ્ઞાનિકો, નીતિ નિર્ધારકો અને

રાજ્ય સરકારોના વરિષ્ઠ પ્રતિનિધિઓ આ પરિષદમાં ભાગ લેશે. ઘણા રાજ્યોના કૃષિ મંત્રીઓ, કેન્દ્રીય કૃષિ

અને ખેડૂત કલ્યાણ સચિવ, ભારતીય કૃષિ

સંશોધન પરિષદના મહાનિર્દેશક, તેમજ અન્ય સંબંધિત કેન્દ્રીય મંત્રાલયો અને રાજ્યોના વરિષ્ઠ

અધિકારીઓ આ પરિષદમાં ભાગ લેશે.’

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande