વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025: શ્રીશંકર લાંબા કૂદના ફાઇનલમાં રમવાનું ચૂકી ગયા
-પારુલ-અંકિતાનું પણ 3000 મીટર સ્ટીપલચેઝમાં નિરાશાજનક પ્રદર્શન નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર (હિ.સ.) ટોક્યોમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સોમવારે, ભારતનું નિરાશાજનક અભિયાન ચાલુ રહ્યું. લાંબા કૂદના ખેલાડી મુરલી શ
ૂદકૂદ


-પારુલ-અંકિતાનું પણ 3000 મીટર સ્ટીપલચેઝમાં

નિરાશાજનક પ્રદર્શન

નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર

(હિ.સ.) ટોક્યોમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સોમવારે, ભારતનું

નિરાશાજનક અભિયાન ચાલુ રહ્યું. લાંબા કૂદના ખેલાડી મુરલી શ્રીશંકર, સ્પ્રિન્ટ હર્ડલર

તેજસ શિરસે અને મહિલા સ્ટીપલચેઝ દોડવીરો પારુલ ચૌધરી અને અંકિતા ધ્યાની પહેલા જ

રાઉન્ડમાં બહાર થઈ ગયા.

એશિયન ગેમ્સના સિલ્વર મેડલ વિજેતા શ્રીશંકર ઘૂંટણની ગંભીર

ઈજાને કારણે એક વર્ષથી વધુ સમય સુધી બહાર રહ્યા બાદ જુલાઈમાં વાપસી કરી શક્યા.

રેન્કિંગના આધારે, તેમણે છેલ્લું સ્થાન મેળવીને ચોથી વખત વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે

ક્વોલિફાય કર્યું. પરંતુ ટોક્યોમાં, તે 8.15 મીટરનો ક્વોલિફિકેશન માર્ક પાર કરવામાં નિષ્ફળ ગયો

કે ટોચના 12માં સ્થાન મેળવવામાં નિષ્ફળ ગયો. શ્રીશંકરે અનુક્રમે 7.78 મીટર, 7.59 મીટર અને 7.7૦ મીટર કૂદકો માર્યો અને 36 માંથી 25મા સ્થાને રહ્યો.

સવારે વહેલી સવારે, પારુલ ચૌધરી અને અંકિતા ધ્યાનીએ પણ મહિલાઓની ૩૦૦૦ મીટર

સ્ટીપલચેઝ હીટ્સમાં ખરાબ પ્રદર્શન કર્યું. અંકિતા (વ્યક્તિગત શ્રેષ્ઠ 9:31.99 સેકન્ડ) પ્રથમ હીટમાં 1૦મા સ્થાને રહી, જ્યારે પારુલ (રાષ્ટ્રીય રેકોર્ડ ધારક 9:12.46 સેકન્ડ) બીજી

હીટમાં 9:22.24 સેકન્ડનો સમય લઈને નવમા સ્થાને રહી. એકંદરે, પારુલ 2૦મા અને અંકિતા 35મા અને છેલ્લા

સ્થાને રહી.

ભારતને પુરુષોની 11૦ મીટર

હર્ડલ્સમાં પણ નિરાશાનો સામનો કરવો પડ્યો. રાષ્ટ્રીય રેકોર્ડ ધારક તેજસ શિરસે (13.41 સેકન્ડ) પાંચમા

અને અંતિમ હીટમાં 13.57 સેકન્ડના સમય સાથે છઠ્ઠા સ્થાને રહ્યો. ટોચના

ચાર અને અન્ય ચાર ખેલાડીઓ 'સૌથી ઝડપી

હારનારા' તરીકે

સેમિફાઇનલમાં પહોંચ્યા, પરંતુ તેજસ 42 અવરોધ

દોડવીરોમાં એકંદરે 29મા સ્થાને રહ્યો.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande