ઓકલેન્ડ, નવી દિલ્હી,15 સપ્ટેમ્બર (હિ.સ.) ન્યુઝીલેન્ડ
ક્રિકેટ (એનઝેડસી) એ સોમવારે પુષ્ટિ
આપી કે, ટીમના અનુભવી બેટ્સમેન કેન વિલિયમસન અને ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, ફિન એલન અને ટિમ
સીફર્ટ સાથે 2025-26 સીઝન માટે
કેઝ્યુઅલ રમવાના કરાર પર સંમત થયા છે.
આ કરાર હેઠળ, ખેલાડીઓ વૈશ્વિક ફ્રેન્ચાઇઝ ક્રિકેટ લીગમાં ભાગ લઈ શકશે, પરંતુ તે જ સમયે
ન્યુઝીલેન્ડની ઉચ્ચ-પ્રદર્શન પ્રણાલી સાથે સંકળાયેલા રહેશે. તેમને કોચિંગ, તબીબી અને માનસિક
કૌશલ્ય સહાય તેમજ જીમ અને ક્રિકેટ સુવિધાઓની પણ ઍક્સેસ મળશે.
આ પાંચ ખેલાડીઓએ આવતા વર્ષે, ભારત અને શ્રીલંકામાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપ માટે
પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. જો કે, કરારની શરતો મુજબ, તેમને ટુર્નામેન્ટ પહેલા નિશ્ચિત સંખ્યામાં શ્રેણી અને મેચો
માટે ઉપલબ્ધ રહેવું પડશે.
વિલિયમસને 1 ઓક્ટોબરથી માઉન્ટ માઉંગાનુઈમાં ઓસ્ટ્રેલિયા સામે શરૂ થનારી
આગામી ત્રણ મેચની ટી-20 શ્રેણી માટે
પોતાને અનુપલબ્ધ જાહેર કર્યો છે. તે જ સમયે, ફિન એલન ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર રહેશે. ચેપલ-હેડલી
શ્રેણી માટેની ટીમ બુધવારે જાહેર કરવામાં આવશે.
એનઝેડસી ના સીઈઓસ્કોટ વીનિંકે કહ્યું, વર્લ્ડ કપ જેવી
મોટી ટુર્નામેન્ટ પહેલા, અમે ઇચ્છતા હતા
કે, અમારા શ્રેષ્ઠ ટી-T20 ખેલાડીઓ તૈયાર
અને ઉપલબ્ધ હોય. કેઝ્યુઅલ કરાર ખેલાડીઓની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે અને
બદલામાં એનઝેડસીતેમને અમારી
સંપૂર્ણ ઉચ્ચ-પ્રદર્શન સુવિધા પૂરી પાડશે. તેમણે વધુમાં કહ્યું કે,”
ખેલાડીઓનો સંદેશ સ્પષ્ટ છે - બ્લેકકેપ્સ માટે રમવું તેમના માટે સૌથી મહત્વપૂર્ણ
છે.”
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ