પ્રધાનમંત્રી મોદીને મળેલી ભેટોની, ઈ-હરાજી આજથી 2 ઓક્ટોબર સુધી
નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભેટમાં આપવામાં આવેલી સ્મૃતિચિત્રોની ઈ-હરાજી આજથી શરૂ થઈ રહી છે. ઈ-હરાજીના સાતમા સંસ્કરણમાં, લોકો પ્રધાનમંત્રીને મળેલી 1300 થી વધુ ભેટો ખરીદી શકશે. આ ઈ-હ
નમો


નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભેટમાં

આપવામાં આવેલી સ્મૃતિચિત્રોની ઈ-હરાજી આજથી શરૂ થઈ રહી છે. ઈ-હરાજીના સાતમા

સંસ્કરણમાં, લોકો

પ્રધાનમંત્રીને મળેલી 1300 થી વધુ ભેટો

ખરીદી શકશે. આ ઈ-હરાજી 2 ઓક્ટોબર સુધી

ચાલશે. લોકો પીએમમોમેનટોજ નામની વેબસાઇટની મુલાકાત લઈને આ ભેટો માટે બોલી લગાવી

શકે છે.

સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે મંગળવારે નેશનલ

મ્યુઝિયમ ઓફ મોર્ડન આર્ટ (એનજીએમએ) ખાતે એક પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું

કે,” હરાજી થનારી વસ્તુઓમાં ચિત્રો, કલાકૃતિઓ, શિલ્પો, દેવી-દેવતાઓની મૂર્તિઓ અને કેટલાક રમતગમતના સાધનોનો સમાવેશ

થાય છે. આમાંથી મળેલી રકમ નમામી ગંગે પ્રોજેક્ટને સોંપવામાં આવશે.”

તેમણે કહ્યું કે,” પ્રથમ ઈ-હરાજી જાન્યુઆરી 2019 માં યોજાઈ હતી.

ત્યારથી, પ્રધાનમંત્રીને

મળેલી, હજારો ભેટોની હરાજી કરવામાં આવી છે. આનાથી નમામી ગંગે પ્રોજેક્ટ માટે 5૦

કરોડ રૂપિયાથી વધુ ભંડોળ એકત્ર થયું છે.” તેમણે કહ્યું કે,” મોદી પહેલા એવા વડાપ્રધાન

છે, જેમણે પોતાની બધી સ્મૃતિચિહ્નો આ ઉમદા કાર્ય

માટે સમર્પિત કરી છે.”

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande