નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના રાષ્ટ્રીય
અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા આજે, હરિયાણાના રોહતકમાં અને સાંજે
દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર કેન્દ્રિત કાર્યક્રમોમાં હાજરી આપશે.
ભાજપે તેના એક્સહેન્ડલ પર રોહતક
અને દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા ના કાર્યક્રમો
શેર કર્યા છે.
ભાજપ અનુસાર,”નડ્ડા આજે સવારે 11 વાગ્યે હરિયાણાના રોહતકમાં મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીના
ટાગોર ઓડિટોરિયમ ખાતે, પ્રધાનમંત્રી મોદીના સ્વસ્થ મહિલા સશક્ત પરિવાર
અભિયાન ના લોન્ચમાં ભાગ લેશે. સાંજે 5 વાગ્યે, તેઓ પ્રધાનમંત્રીના 75મા જન્મદિવસ નિમિત્તે, તેમના જીવન પર આધારિત સેવા એ
સંકલ્પ છે, રાષ્ટ્ર એ પ્રથમ
પ્રેરણા... 75 વર્ષ
પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરશે. આ પ્રદર્શન કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં આયોજિત
કરવામાં આવ્યું છે.”
હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ