ઓપરેશન સિંદૂર બાદથી ભારત-પાકિસ્તાનના તટીય વિસ્તારમાં સૈન્ય અભ્યાસોની ચહલપહલ તેજ
નવી દિલ્હી, 02 સપ્ટેમ્બર (હિ.સ.): ઓપરેશન સિંદૂર ચાલુ રહેતા અરબી સમુદ્રમાં ભારત-પાકિસ્તાનના તટીય વિસ્તારમાં વિવિધ પ્રકારના સૈન્ય અભ્યાસોની ચહલપહલ વધી છે. હવે ભારતીય વાયુસેનાએ મંગળવારથી ગુજરાત અને રાજસ્થાનની નજીક અરબી સમુદ્રમાં બે દિવસીય સૈન્ય અભ્યાસ શરૂ કર્યો છે. આ અભ્યાસ આજે સવારે લગભગ 11 વાગ્યે શરૂ થયો, જે 3 સપ્ટેમ્બરના બપોરે 2 વાગ્યા સુધી ચાલશે. હવાઈ અભ્યાસનું આ ક્ષેત્ર પાકિસ્તાનના કરાચી તટથી માત્ર 200 નોટિકલ માઈલ દૂર આવેલું છે, જે પાકિસ્તાન નિયંત્રિત વાયુમંડળથી આશરે 70 નોટિકલ માઈલ નજીક છે.
ભારતીય વાયુસેનાના જણાવ્યા અનુસાર આ એક નિયમિત અભ્યાસ છે અને તે માટે પહેલાથી જ નોટમ (એરમેનને સૂચના) જાહેર કરવામાં આવી હતી। નોટમ અથવા એર મિશનને નોટિસ એક પ્રકારની માહિતી છે, જે વિમાનન ક્ષેત્રમાં કોઈ વિશિષ્ટ સ્થાન અથવા પરિસ્થિતિ સંબંધિત જરૂરી માહિતી કે ચેતવણી આપે છે. તેનો હેતુ ઉડાન સંચાલનમાં સામેલ લોકોને એ પરિસ્થિતિઓ વિષે માહિતગાર કરવાનો છે, જે સ્ટાન્ડર્ડ પ્રકાશનો મારફતે સમયસર વહેંચી શકાતી નથી। નોટમનો મતલબ રાષ્ટ્રીય હવાઈ ક્ષેત્ર વ્યવસ્થાના કોઈપણ ભાગને અસર કરતી અસામાન્ય પરિસ્થિતિ અંગે માહિતી આપવાનો છે.
અરબી સમુદ્રમાં બે દિવસીય વાયુસેના અભ્યાસ પાકિસ્તાની હવાઈ ક્ષેત્રની નજીક થઈ રહ્યો છે. પાકિસ્તાનના કરાચી તટથી માત્ર 200 નોટિકલ માઈલની દૂર આવેલો આ અભ્યાસ 2 સપ્ટેમ્બરના સવારે 11 વાગ્યે શરૂ થશે અને 3 સપ્ટેમ્બરના બપોરે 2 વાગ્યે પૂર્ણ થશે. વાયુસેનાના અધિકારીઓએ આ પ્રવૃત્તિને એક નિયમિત તાલીમ અભિયાન ગણાવી છે, એટલે નિયમ મુજબ વિમાનન ક્ષેત્રના હિતધારકોને માહિતગાર કરવા માટે સત્તાવાર રીતે નોટિસ ટુ એરમેન જાહેર કરવામાં આવ્યો છે.
ઓપરેશન સિંદૂર ચાલુ રહેતા 11-12 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાનની નૌસેનાએ અરબી સમુદ્રમાં અલગ-અલગ નૌસૈનિક અભ્યાસ કર્યા હતા। બંને નૌસેનાએ અભ્યાસ દરમ્યાન પોતાના જલક્ષેત્રમાં હવાઈ ટ્રાફિક પર પ્રતિબંધ મૂકી એરમેનને નોટિસ (નોટમ) જાહેર કર્યો હતો. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય નૌસેનાની સીધી ભૂમિકા નહોતી, પરંતુ તેના યુદ્ધપોતોએ અરબી સમુદ્રમાં અભ્યાસ કરીને પોતાની નૌકાદળ શક્તિ બતાવી હતી. પાકિસ્તાનની નૌસેનાએ પણ અરબી સમુદ્રના પોતાના જલક્ષેત્રમાં નૌસૈનિક અભ્યાસ કર્યો હતો, જ્યાં ભારતીય નૌસેનાએ ફાયરિંગ અભ્યાસ કર્યા હતા.પહલગામ આતંકી હુમલા બાદ સંભવિત ભારતીય સૈન્ય કાર્યવાહી અંગેની આશંકાઓ વચ્ચે પાકિસ્તાની સશસ્ત્ર દળોએ નિયંત્રણ રેખા નજીક અને અરબી સમુદ્રમાં અદ્યતન હથિયારોનું પ્રદર્શન કરતા સૈન્ય અભ્યાસ કર્યા હતા.
હિંદુસ્થાન સમાચાર / સુનીત નિગમ / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ