ડુમસમાં રહેતા યુવકે આરટીઓ ઈ ચલણની ફાઈલ ડાઉનલોડ કરી અને ખાતામાંથી 2.45 લાખ ઉપડી ગયા
સુરત, 2 સપ્ટેમ્બર (હિ.સ.)-શહેરના ડુમસ વિસ્તારમાં રહેતા યુવાનને અજાણ્યો ઠગબાજ ઈસમ ભેટી ગયો હતો. જેમણે યુવકને તેમના મોબાઈલમાં આરટીઓ ઈ ચલણની એપીકે નામની ફાઈલ બનાવી મોકલી હતી. જેથી યુવકે ફાઈલ ડાઉનલોડ કરી તેમાં જરૂરી માહિતી ભર્યા બાદ અજાણ્યા યુવકે તેમનો મ
સાઇબર ક્રાઇમ પોલીસ


સુરત, 2 સપ્ટેમ્બર (હિ.સ.)-શહેરના ડુમસ વિસ્તારમાં રહેતા યુવાનને અજાણ્યો ઠગબાજ ઈસમ ભેટી ગયો હતો. જેમણે યુવકને તેમના મોબાઈલમાં આરટીઓ ઈ ચલણની એપીકે નામની ફાઈલ બનાવી મોકલી હતી. જેથી યુવકે ફાઈલ ડાઉનલોડ કરી તેમાં જરૂરી માહિતી ભર્યા બાદ અજાણ્યા યુવકે તેમનો મોબાઈલ નંબર હેક કરી તેમના ખાતામાંથી કુલ પાંચ તબક્કામાં રૂપિયા 2.45 લાખ ઉપાડી લઇ છેતરપિંડી કરી હતી. જેથી ભોગ બનનાર વ્યક્તિએ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઇસમ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે ડુમ્મસમાં ડીપીએસ સ્કૂલની બાજુમાં આવેલ અવધ કેરોલીનાઓમાં રહેતા આદિલ રુચિ ચોથીયા નામના વ્યક્તિ સાથે રૂપિયા 2.45 લાખની છેતરપિંડી થવા પામી છે. અજાણ્યા વ્યક્તિએ આદિલને વોટ્સઅપ પર બનાવટી કુટ લેખન વાળી ડિજિટલ આરટીઓ ઈ ચલણની એપીકે ફાઈલ મોકલી હતી. જેથી આદિલે તે ફાઈલ ડાઉનલોડ કરી તેમાં પોતાનું નામ, જન્મ તારીખ, માતાનું નામ અને બેંકના ક્રેડિટ કાર્ડની ડિટેલ ભરી હતી. આ સાથે જ અજાણ્યા ઈ સમયે તેમની બેંકનો એકાઉન્ટ હેક કરી તેમાંથી ચાર તબક્કામાં 50000 અને એક તબક્કામાં 45000 મળી કુલ રૂપિયા 2.45 લાખ ટ્રાન્સફર કરી આદિલ સાથે રૂપિયા 2.45 લાખની છેતરપિંડી કરી હતી. જેથી આખરે ભોગ બનનાર આદિમને બાદમાં પોતાની સાથે ઠગાઈ થયાનો અહેસાસ થતાં તેઓએ સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઇસમ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande