અમરેલી જીલ્લા સહકારી સંઘના ૫૨ પ્રતિનિધિઓ માટે, ન્યુ દિલ્હી એન.સી.યુ.આઇ ખાતે, ૩ દિવસીય લીડરશીપ ડેવલોપમેન્ટ પ્રોગ્રામનો ભવ્ય શુભારંભ
અમરેલી , 2 સપ્ટેમ્બર (હિ.સ.) અમરેલી જીલ્લા સહકારી સંઘ દ્વારા જિલ્લાના વિવિધ સહકારી મંડળીઓના કુલ ૫૨ પ્રતિનિધિઓ માટે ન્યુ દિલ્હી સ્થિત National Cooperative Union of India (NCUI) ખાતે ૩ દિવસીય લીડરશીપ ડેવલોપમેન્ટ પ્રોગ્રામનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ
અમરેલી જીલ્લા સહકારી સંઘના ૫૨ પ્રતિનિધિઓ માટે ન્યુ દિલ્હી એન.સી.યુ.આઇ ખાતે ૩ દિવસીય લીડરશીપ ડેવલોપમેન્ટ પ્રોગ્રામનો ભવ્ય શુભારંભ


અમરેલી , 2 સપ્ટેમ્બર (હિ.સ.) અમરેલી જીલ્લા સહકારી સંઘ દ્વારા જિલ્લાના વિવિધ સહકારી મંડળીઓના કુલ ૫૨ પ્રતિનિધિઓ માટે ન્યુ દિલ્હી સ્થિત National Cooperative Union of India (NCUI) ખાતે ૩ દિવસીય લીડરશીપ ડેવલોપમેન્ટ પ્રોગ્રામનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ તાલીમ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ સહકારી ક્ષેત્રના નેતાઓને આધુનિક સંચાલન પદ્ધતિઓ, નીતિઓ, પારદર્શિતા અને નવી પેઢી સુધી સહકારના મૂલ્યો પહોંચાડવા માટે સક્ષમ બનાવવાનું છે.

પ્રોગ્રામ દરમ્યાન સહકારી ક્ષેત્રની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કામગીરી અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવશે. ઉપરાંત, સંસ્થાગત વિકાસ, પ્રોફેશનલ મેનેજમેન્ટ, નવી ટેક્નોલોજીનો ઉપયોગ અને ગ્રામ્ય સ્તરે સહકારી સંસ્થાઓની કાર્યક્ષમતા વધારવા જેવા મુદ્દાઓ પર નિષ્ણાતો દ્વારા સત્રો યોજાશે.

આ પ્રસંગે સંઘના અધિકારીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ પ્રોગ્રામ દ્વારા પ્રતિનિધિઓ નવી દ્રષ્ટિ, પ્રેરણા અને સુચારૂ સંચાલન કૌશલ્યો સાથે પરત ફરીને તેમના-તેના મંડળીના વિકાસમાં યોગદાન આપશે. આ રીતે અમરેલી જીલ્લા સહકારી સંઘનો આ પ્રયાસ જિલ્લા સહકારી ચળવળને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande