અમરેલી , 2 સપ્ટેમ્બર (હિ.સ.) સાવરકુંડલા શહેર હવે આધુનિક સુવિધાઓથી સજ્જ થવા જઈ રહ્યું છે. ભુવા રોડ પુલથી ગેટ સુધીનો મુખ્ય માર્ગ રૂપિયા 12 કરોડના ખર્ચે આઇકોનિક રોડ તરીકે વિકસિત થવાનો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રોડના બંને તરફ આકર્ષક સ્ટ્રીટ લાઇટિંગ, ગ્રીન ઝોન, પાકો રોડ, બ્લોક ફૂટપાથ સહિતની સુવિધાઓ ઉભી કરાશે. આ વિકાસથી શહેરને નવી ઓળખ મળશે અને વાહન વ્યવહાર તથા પદયાત્રીઓને સુવિધા મળશે. સાથે જ સુરક્ષા સ્તર પણ ઊંચું થશે.
સ્થળ નિરીક્ષણ દરમિયાન R&B વિભાગના અધિકારીઓ, નગરપાલિકાના સભ્યો અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ કાર્યની વિગતવાર માહિતી મેળવી અને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ સાવરકુંડલા શહેરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાશે અને શહેરની સુંદરતામાં સુવર્ણ કલગી ઉમેરાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai