બે મતદાર ઓળખપત્રો રાખવા બદલ, પવન ખેડાને ચૂંટણી પંચની નોટિસ
નવી દિલ્હી, ૦2 સપ્ટેમ્બર (હિ.સ.) દિલ્હીના બે વિધાનસભા મતવિસ્તારોમાં મતદાર યાદીમાં નામ નોંધાવવા બદલ, ચૂંટણી પંચે કોંગ્રેસના નેતા પવન ખેડાને નોટિસ ફટકારી છે અને તેમને 08 સપ્ટેમ્બર સુધીમાં જવાબ દાખલ કરવા જણાવ્યું છે. દિલ્હ
બે મતદાર ઓળખપત્રો રાખવા બદલ, પવન ખેડાને ચૂંટણી પંચની નોટિસ


નવી દિલ્હી, ૦2 સપ્ટેમ્બર

(હિ.સ.) દિલ્હીના બે વિધાનસભા મતવિસ્તારોમાં મતદાર યાદીમાં નામ નોંધાવવા બદલ,

ચૂંટણી પંચે કોંગ્રેસના નેતા પવન ખેડાને નોટિસ ફટકારી છે અને તેમને 08 સપ્ટેમ્બર

સુધીમાં જવાબ દાખલ કરવા જણાવ્યું છે.

દિલ્હીના રાજ્ય ચૂંટણી અધિકારી કાર્યાલયની નોટિસ અનુસાર, “પવન ખેડા નવી

દિલ્હી વિધાનસભા મતવિસ્તારના કાકાનગર અને જંગપુરા વિધાનસભા મતવિસ્તારના,

નિઝામુદ્દીન પૂર્વમાં મતદાર તરીકે નોંધાયેલા છે.”

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે,” જનપ્રતિનિધિત્વ અધિનિયમ-1950 હેઠળ, એક કરતાં વધુ

જગ્યાએ નોંધણી કરાવવી ગુનો છે. આ સંદર્ભમાં, 8 સપ્ટેમ્બર, સોમવાર સવારે 11 વાગ્યા સુધીમાં જવાબ દાખલ કરો અને તમારું વલણ સ્પષ્ટ કરો.”

આ પહેલા, ભારતીય જનતા પાર્ટીએ પવન ખેડા પર બે મતદાર ઓળખપત્રો રાખવાનો

આરોપ લગાવ્યો હતો. ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ, પાર્ટી મુખ્યાલયમાં એક પત્રકાર

પરિષદમાં કહ્યું હતું કે,” રાહુલ ગાંધીના નજીકના પવન ખેરા પાસે બે મતદાર ઓળખપત્રો

છે. એક ઓળખપત્ર જંગપુરા વિધાનસભા મતવિસ્તારનું છે અને બીજું વિધાનસભા નંબર 40નું છે.”

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande