પટના, 02 સપ્ટેમ્બર (હિ.સ.): પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે દિલ્હીથી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા બિહાર સ્ટેટ જીવિકા નિધિ શાખા સહકારી સંઘ લિમિટેડ બેંકનો શુભારંભ કર્યો. આ અવસરે તેમણે 105 કરોડ રૂપિયાની રકમ જીવિકા નિધિમાં ટ્રાન્સફર કરી. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ આ કાર્યક્રમ સાથે જોડાયા હતા.
આ નવી સહકારી સંસ્થા બિહારના ગ્રામ્ય આજીવિકા કાર્યક્રમ 'જીવિકા' સાથે જોડાયેલ મહિલાઓને સસ્તી અને સુલભ નાણાકીય સેવાઓ પૂરી પાડવા માટે રચાઈ છે. તમામ નોંધાયેલ ક્લસ્ટર સ્તરીય સંઘો આ સંસ્થાના સભ્ય રહેશે. તેનું સંચાલન સંપૂર્ણ રીતે ડિજિટલ રહેશે જેથી કે લેવડ-દેવડમાં પારદર્શિતા અને ઝડપ સુનિશ્ચિત થઈ શકે। આ પહેલને કેન્દ્ર અને બિહાર સરકાર સંયુક્ત રીતે નાણાં પૂરા પાડે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન ભાષણમાં જણાવ્યું કે અમારી સરકાર બિહારની માતાઓ, બહેનો અને દીકરીઓને દરેક સંભવિત તક આપવા કોઈ કસર છોડતી નથી. જીવિકા નિધિ સહકારી સંઘ બિહારની ગ્રામ્ય મહિલાઓને સશક્ત બનાવવા દિશામાં ઐતિહાસિક પગલું છે. આ પહેલ નાણાકીય સમાવેશને પ્રોત્સાહિત કરશે અને સામૂહિક નેતૃત્વવાળી ઉદ્યોગસાહસિકતાને આગળ ધપાવશે.
નીતીએ વ્યક્ત કર્યો આભાર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આ અવસરે પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે બિહારની જીવિકા દીદીઓએ આજે એક મિસાલ કાયમ કરી છે. તેમણે જણાવ્યું કે આજે જીવિકા સાથે જોડાયેલી મહિલાઓ માત્ર પરિવારની આવક જ નથી વધારી રહી, પરંતુ સમાજમાં પણ બદલાવની બયાર ફૂંકી રહી છે. કેન્દ્ર સરકારનું આ પગલું મહિલાઓને વધુ સશક્ત બનાવશે.
તેમણે જણાવ્યું કે બિહાર સરકારે હંમેશા મહિલા સશક્તિકરણ પર ભાર મૂક્યો છે. 2005માં અમારી સરકાર બન્યા બાદ મહિલાઓ માટે વિશેષ યોજનાઓ શરૂ કરવામાં આવી. 2006માં જીવિકા સમૂહનું ગઠન કરવામાં આવ્યું અને 2013થી પોલીસમાં મહિલાઓને 35 ટકાનો આરક્ષણ આપવામાં આવ્યું. રાજ્ય સરકારે આ યોજનાને માટે 1000 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે.
હિંદુસ્તાન સમાચાર / ગોવિંદ ચૌધરી / ઉદય કુમાર સિંહ
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ