પ્રધાનમંત્રીએ, બિહાર રાજ્ય જીવિકા નિધિ ક્રેડિટ સહકારી સંઘ લિમિટેડનું ઉદ્ઘાટન કર્યું
નવી દિલ્હી, 2 સપ્ટેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા બિહાર રાજ્ય જીવિકા નિધિ ક્રેડિટ સહકારી સંઘ લિમિટેડનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ સંસ્થાના બેંક ખાતામાં 105 કરોડ રૂપિયા પણ ટ્રાન્સફર કર્યા. આ પ્રસંગે,
પ્રધાનમંત્રીએ, બિહાર રાજ્ય જીવિકા નિધિ ક્રેડિટ સહકારી સંઘ લિમિટેડનું ઉદ્ઘાટન કર્યું


નવી દિલ્હી, 2 સપ્ટેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા બિહાર રાજ્ય જીવિકા નિધિ ક્રેડિટ સહકારી સંઘ લિમિટેડનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ સંસ્થાના બેંક ખાતામાં 105 કરોડ રૂપિયા પણ ટ્રાન્સફર કર્યા.

આ પ્રસંગે, પટનામાં આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર, નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહા હાજર રહ્યા હતા. સમગ્ર બિહારમાંથી લગભગ 20 લાખ મહિલાઓએ આ કાર્યક્રમ જોયો.

જીવિકા નિધિની સ્થાપનાનો હેતુ જીવિકા સાથે સંકળાયેલા સમુદાયના સભ્યોને સસ્તા વ્યાજ દરે ભંડોળની સરળ પહોંચ પૂરી પાડવાનો છે. જીવિકાના તમામ નોંધાયેલા ક્લસ્ટર-સ્તરીય ફેડરેશન આ સંસ્થાના સભ્ય બનશે. બિહાર સરકાર સાથે કેન્દ્ર સરકાર પણ સંસ્થાના સંચાલન માટે ભંડોળનું યોગદાન આપશે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande