ચેન્નાઈ, નવી દિલ્હી, 2 સપ્ટેમ્બર (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, મંગળવારે ચેન્નાઈ પહોંચી રહ્યા છે. તેઓ અહીં સિટી યુનિયન બેંકના 120મા સ્થાપના દિવસ સમારોહમાં મુખ્ય મહેમાન બનશે. આ પ્રસંગે, તેઓ બેંકિંગ ક્ષેત્રની સિદ્ધિઓ અને શક્યતાઓ પર પોતાના વિચારો રજૂ કરશે.
રાષ્ટ્રપતિના નિર્ધારિત કાર્યક્રમ મુજબ, તેઓ ભારતીય વાયુસેનાના ખાસ વિમાનમાં સવારે 11:40 વાગ્યે મૈસુરથી ચેન્નાઈ ઓલ્ડ એરપોર્ટ પર ઉતરશે. એરપોર્ટથી રાષ્ટ્રપતિ, સડક માર્ગે નંદમ્બક્કમના ટ્રેડ સેન્ટર જશે જ્યાં તેઓ એક કાર્યક્રમમાં ભાગ લેશે. કાર્યક્રમ પછી, તેઓ રાત્રિ આરામ માટે રાજભવન જશે. રાષ્ટ્રપતિની મુલાકાતને ધ્યાનમાં રાખીને વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
કર્ણાટક અને તમિલનાડુની તેમની ત્રણ દિવસીય મુલાકાતના છેલ્લા દિવસે, 03 સપ્ટેમ્બરના રોજ, તેઓ તિરુવરુર જશે. અહીં તેઓ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ તમિલનાડુના 10મા દીક્ષાંત સમારોહને સંબોધિત કરશે અને વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, સોમવારથી ત્રણ દિવસની મુલાકાતે છે. આ શરૂઆતથી, 01 સપ્ટેમ્બરના રોજ, તેમણે કર્ણાટકના મૈસુરમાં ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પીચ એન્ડ હિયરિંગના ડાયમંડ જ્યુબિલી (60મી વર્ષગાંઠ) ઉજવણીમાં હાજરી આપી હતી. આ સંસ્થા દેશમાં વાણી અને શ્રવણ સંબંધિત સંશોધન અને સારવારના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ