સિંગાપોરના પ્રધાનમંત્રી, આજથી ત્રણ દિવસની ભારત મુલાકાતે
નવી દિલ્હી, 02 સપ્ટેમ્બર (હિ.સ.) સિંગાપોરના પ્રધાનમંત્રી લોરેન્સ વોંગ મંગળવારે 2-4 સપ્ટેમ્બર દરમિયાન, ભારતની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. સિંગાપોરના પ્રધાનમંત્રી તરીકે લોરેન્સ વોંગની, આ પહેલી ભારત મુલાકાત હશે. તેમની સાથે
પ્રવાસ


નવી દિલ્હી, 02 સપ્ટેમ્બર

(હિ.સ.) સિંગાપોરના પ્રધાનમંત્રી લોરેન્સ વોંગ મંગળવારે 2-4 સપ્ટેમ્બર

દરમિયાન, ભારતની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. સિંગાપોરના પ્રધાનમંત્રી તરીકે

લોરેન્સ વોંગની, આ પહેલી ભારત મુલાકાત હશે. તેમની સાથે તેમના પત્ની અને કેબિનેટ

મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ

સહિત ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર,”પ્રધાનમંત્રી

વોંગની આગામી મુલાકાત ભારત-સિંગાપોર રાજદ્વારી સંબંધોની, 60મી વર્ષગાંઠ

નિમિત્તે થઈ રહી છે. આ મુલાકાત બંને પ્રધાનમંત્રીઓને, મજબૂત અને બહુપક્ષીય સહયોગની

સમીક્ષા કરવાની અને ભવિષ્યનો માર્ગ નક્કી કરવાની તક પૂરી પાડશે. બંને

પ્રધાનમંત્રીઓ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા

કરશે.”

મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી મોદી અને પ્રધાનમંત્રી વોંગ ગુરુવારે

દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. પ્રધાનમંત્રી વોંગ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે.

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને અન્ય મહાનુભાવો આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી

વોંગને પણ મળશે.

ઉલ્લેખનીય છે કે, સિંગાપોર ભારત માટે એક મહત્વપૂર્ણ ભાગીદાર

છે, જેમાં ભારતની 'એક્ટ ઇસ્ટ' નીતિનો પણ સમાવેશ

થાય છે. સપ્ટેમ્બર 2024માં વડાપ્રધાન

મોદીની સિંગાપોર મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક

ભાગીદારીના સ્તરે ઉન્નત કરવામાં આવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande