મુંબઈ પોલીસે, મનોજ જરાંગે ને આઝાદ મેદાન ખાલી કરવા માટે નોટિસ ફટકારી
- મનોજ જરાંગેએ કહ્યું- માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી આઝાદ મેદાનમાં વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે મુંબઈ, નવી દિલ્હી, 02 સપ્ટેમ્બર (હિ.સ.). મુંબઈ પોલીસે મંગળવારે મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરાંગે પાટીલને તાત્કાલિક આઝાદ મેદાન ખાલી કરવા માટે નોટિસ ફટકા
મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરાંગે પાટીલ


- મનોજ જરાંગેએ કહ્યું- માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી આઝાદ મેદાનમાં વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે

મુંબઈ, નવી દિલ્હી, 02 સપ્ટેમ્બર (હિ.સ.). મુંબઈ પોલીસે મંગળવારે મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરાંગે પાટીલને તાત્કાલિક આઝાદ મેદાન ખાલી કરવા માટે નોટિસ ફટકારી છે. આ નોટિસમાં, જરાંગે પર વિરોધ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તે જ સમયે, મનોજ જરાંગેએ કહ્યું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ મેદાન ખાલી નહીં કરે. તેમનો વિરોધ તે જ જગ્યાએ ચાલુ રહેશે. તેમને કોર્ટમાં સંપૂર્ણ વિશ્વાસ છે.

મનોજ જરાંગે પાટીલ, 29 ઓગસ્ટથી મુંબઈના આઝાદ મેદાનમાં અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ પર છે. આજે તેમની ભૂખ હડતાળનો પાંચમો દિવસ છે. સોમવારે, બોમ્બે હાઈકોર્ટમાં વિરોધ સામે દાખલ કરાયેલી અરજીની સુનાવણી બાદ કોર્ટે આદેશ આપ્યો હતો કે, આઝાદ મેદાન પરિસર તાત્કાલિક ખાલી કરવામાં આવે. આ સાથે, આઝાદ મેદાન સિવાય મુંબઈમાં ક્યાંય પણ કોઈ વિરોધ પ્રદર્શન ન થવા દેવાના આદેશ પણ આપવામાં આવ્યા હતા. આ આદેશ પછી, આજે સવારે મુંબઈ પોલીસે મનોજ જરાંગેને નોટિસ ફટકારી હતી કે, તેમને હવે પરવાનગી આપી શકાતી નથી. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, મનોજ જરાંગેએ તાત્કાલિક આઝાદ મેદાન ખાલી કરવું જોઈએ.

મનોજ જરાંગેએ પત્રકારોને જણાવ્યું હતું કે, તેઓ કોર્ટના આદેશનું પાલન કરે છે, તેથી જ મરાઠા સમુદાયે આઝાદ મેદાન પરિસર ખાલી કર્યું છે. મુંબઈમાં ક્યાંય ટ્રાફિક જામની કોઈ સમસ્યા નથી. તેમણે આરોપ લગાવ્યો હતો કે, રાજ્ય સરકાર તેમના આંદોલનને વિખેરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેઓ ફક્ત આઝાદ મેદાનમાં જ વિરોધ કરશે. જરાંગેએ કહ્યું હતું કે, જ્યાં સુધી તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તેમનું આંદોલન આ સ્થળે ચાલુ રહેશે. જો આ આંદોલન દરમિયાન તેમનું મૃત્યુ થશે, તો કાર્યકરો આ આંદોલનને આગળ ધપાવશે. તેઓ હવે પાછળ નહીં હટે, લડાઈ ચાલુ રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / રાજા બહાદુર યાદવ / વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande