ભાવનગર રેલવે મંડળ પર “સ્વચ્છતા હી સેવા અભિયાન-2025” અંતર્ગત વોકથોનનું સફળ આયોજન
ભાવનગર 21 સપ્ટેમ્બર (હિ.સ.) પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળ પર તા. 21 સપ્ટેમ્બર, 2025 (રવિવાર)ના રોજ “સ્વચ્છતા હી સેવા અભિયાન-2025” અંતર્ગત અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોકથોન (Walkathon)નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે વોકથોનને મંડળ કચેરીમાંથી અ
સ્વચ્છતા હી સેવા અભિયાન-


ભાવનગર 21 સપ્ટેમ્બર (હિ.સ.) પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળ પર તા. 21 સપ્ટેમ્બર, 2025 (રવિવાર)ના રોજ “સ્વચ્છતા હી સેવા અભિયાન-2025” અંતર્ગત અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોકથોન (Walkathon)નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ અવસરે વોકથોનને મંડળ કચેરીમાંથી અપર મંડળ રેલ પ્રબંધક શ્રી હિમાઁશુ શર્માએ લીલી ઝંડી બતાવીને રવાના કર્યું હતું. આ કાર્યક્રમ મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માની પ્રેરણાથી આયોજિત કરવામાં આવ્યો હતો. વોકથોનનો માર્ગ મંડળ કચેરીથી શરૂ થઈ RPF કચેરી સર્કલ – અધિકારી વિશ્રામ ગૃહ – સ્ટેડિયમ કોલોની – પોપટ કોલોની – RPF કચેરી સર્કલ થઈને પુનઃ મંડળ કચેરી ખાતે પૂર્ણ થયો હતો.

કાર્યક્રમમાં વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં રેલ કર્મચારીઓ ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા. આ અવસરે સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે સ્વચ્છતા પખવાડિયા દરમિયાન ભાવનગર મંડળ પર દરરોજ અલગ-અલગ થીમ પર વિશેષ કાર્યક્રમો અને સફાઈ અભિયાન આયોજિત કરવામાં આવી રહ્યા છે.

આ આયોજનનો મુખ્ય હેતુ આરોગ્ય, ફિટનેસ અને સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવાનો તેમજ રેલકર્મચારીઓ અને નાગરિકોને સ્વસ્થ, સક્રિય જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવાનો હતો. આ પહેલ આળસ, તણાવ, ચિંતાઓ અને બીમારીઓથી મુક્તિ અપાવીને સ્વચ્છ અને સ્વસ્થ સમાજની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande