પાટણ, 21 સપ્ટેમ્બર (હિ.સ.)નવરાત્રિ મહોત્સવની પૂર્વ સંધ્યાએ પાટણ જિલ્લા NSUI દ્વારા કોલેજ ગ્રાઉન્ડ ખાતે સંગમ ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ઇન્દ્રવિજયસિંહ ગોહિલ અને સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ ગરબા મહોત્સવમાં ગુજરાતના જાણીતા લોકપ્રિય કલાકારોએ જામાવટ કરી હતી અને રમઝટ બોલાવી હતી. કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરો, NSUIના કાર્યકરો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર હાજરી આપી ગરબાની ધમાલ માણી હતી.
કાર્યક્રમ દરમિયાન નેતાઓએ પણ ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમીને સમગ્ર મહોત્સવની શોભામાં વધારો કર્યો હતો. રાજકીય અને સામાજિક કાર્યકરોની હાજરીથી કાર્યક્રમ વધુ ઝળહળતો બન્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ