પાટણ સાયબર ફ્રોડ કેસ: 98 લાખના સાયબર ફ્રોડ કેસમા બે આરોપીઓની જામીન અરજી નકારાઈ
પાટણ, 21 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ શહેરમાં 22 ઓગસ્ટ 2025ના રોજ નોંધાયેલા સાયબર ફ્રોડ કેસમાં મહત્વપૂર્ણ ઘટનાઓ સામે આવી છે. આ કેસમાં ફરિયાદીને પાર્ટ ટાઈમ જોબની લાલચ આપી ટેલીગ્રામ ગ્રુપમાં જોડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ વળતરની લાલચ આપી કુલ રૂ. 14.82 લા
પાટણ સાયબર ફ્રોડ કેસ: 14.82 લાખની છેતરપિંડીના કેસમા, બે આરોપીઓની જામીન અરજી નકારાઈ


પાટણ, 21 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ શહેરમાં 22 ઓગસ્ટ 2025ના રોજ નોંધાયેલા સાયબર ફ્રોડ કેસમાં મહત્વપૂર્ણ ઘટનાઓ સામે આવી છે. આ કેસમાં ફરિયાદીને પાર્ટ ટાઈમ જોબની લાલચ આપી ટેલીગ્રામ ગ્રુપમાં જોડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ વળતરની લાલચ આપી કુલ રૂ. 14.82 લાખ અલગ-અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા.

તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી છે. વટવા, અમદાવાદના અનિકેત પવનકુમાર ઠાકુરના એકાઉન્ટમાં છ સાયબર ફ્રોડ કેસના કુલ રૂ. 28.85 લાખના ટ્રાન્ઝેક્શન મળ્યા છે. જ્યારે નારોલ, અમદાવાદના બ્રિજેશ અમરતભાઇ પરમારના એકાઉન્ટમાં પાંચ જુદા કેસોના રૂ. 68.85 લાખના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયેલા છે.

પાટણની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના મેજિસ્ટ્રેટ એન.વી. પઠાણે બંને આરોપીઓની જામીન અરજી નકારી જણાવ્યું હતું કે કેસ હજુ નાજુક તબક્કામાં છે અને અન્ય આરોપીઓની ધરપકડ બાકી છે. આવી પરિસ્થિતિમાં આરોપીઓને જામીન આપવાથી તપાસમાં અડચણ આવી શકે છે અને પુરાવા સાથે ચેડાં થવાની શક્યતા છે. કોર્ટમાં સરકારી વકીલ આર.પી. ઓઝાએ આરોપીઓ સામે મજબૂત રજૂઆત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande