જામનગર તાલુકાના જગા મેડી તથા ધ્રોલમાં જુગારના બે સ્થળે દરોડામાં 12 પત્તાપ્રેમી પકડાયા
જામનગર, 22 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર તાલુકાના જગામેડી ગામમાં તેમજ ધ્રોલ પંથકમાં ગઈકાલે પોલીસે જુગાર અંગે બે સ્થળે દરોડા પાડ્યા હતા, અને 12 પત્તાપ્રેમીઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે. જુગાર અંગેનો પ્રથમ દરોડો પ
જુગાર પ્રતીકાત્મક તસવીર


જામનગર, 22 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર તાલુકાના જગામેડી ગામમાં તેમજ ધ્રોલ પંથકમાં ગઈકાલે પોલીસે જુગાર અંગે બે સ્થળે દરોડા પાડ્યા હતા, અને 12 પત્તાપ્રેમીઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.

જુગાર અંગેનો પ્રથમ દરોડો પંચકોશી એ. ડિવિઝન પોલીસે જામનગર તાલુકાના જગા મેડી ગામમાં પાડ્યો હતો. જ્યાં જાહેરમાં ગુંદાના ઝાડ નીચે બલ્બના અજવાળે ગંજીપાનાનો જુગાર રમી રહેલા દિલીપ થોભણભાઈ જાવીયા સહિત છ જુગારીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 5,380ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.

જુગાર અંગેનો બીજો દરોડો ધ્રોલમાં ખાટકીવાસ વિસ્તારમાં પાડ્યો હતો. ત્યાંથી ગંજીપાનાનો જુગાર રમી રહેલા નવાઝ ગફારભાઈ ચાવડા સહિત છ જુગારીઓની અટકાયત કરી લઈ તેવો પાસેથી રૂપિયા 91,950 ની માલમત્તા કબજે કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande