પાટણમાં સિધ્ધરાજ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા, તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ સાથે યશસ્વી કાર્યક્રમનું આયોજન
પાટણ, 23 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણના મેલડી માતા મંદિર પરિસરમાં શ્રી સિધ્ધરાજ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 12મો તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ આયોજિત થયો. કાર્યક્રમમાં અધિક્ષક ઇજનેર દિલીપસિંહ રાઠોડ અધ્યક્ષ સ્થાને રહ્યા, જ્યારે ભરૂચના યુવા રાજપૂત સંગઠનના ચેરમ
પાટણમાં સિધ્ધરાજ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ સાથે યશસ્વી કાર્યક્રમનું આયોજન


પાટણ, 23 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણના મેલડી માતા મંદિર પરિસરમાં શ્રી સિધ્ધરાજ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 12મો તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ આયોજિત થયો. કાર્યક્રમમાં અધિક્ષક ઇજનેર દિલીપસિંહ રાઠોડ અધ્યક્ષ સ્થાને રહ્યા, જ્યારે ભરૂચના યુવા રાજપૂત સંગઠનના ચેરમેન વિરપાલસિંહ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા. અતિથિ વિશેષ તરીકે ડૉ. જયશ્રીબા, ડૉ. ભૂપતસિંહ રાજપૂત, ડૉ. નવજોતસિંહ રાઠોડ, કેતનસિંહ અને રચનાબા ઝાલાની હાજરી રહી.

પરમાર લાભુજી મુળુજી ઝાખાનાના ઇનામ આપ સહયોગથી ધોરણ 3થી કોલેજ સુધીના 160 તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો આપવામાં આવ્યા. સાથે સાથે સાત નિવૃત્ત કર્મચારીઓ અને વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વ્યક્તિઓને સન્માનપત્ર આપવામાં આવ્યા. નવી નોકરી મેળવનાર 12 યુવાનોનું પણ સન્માન કરવામાં આવ્યું. વાઘેલા ભરતસિંહ રાજાજી કંબોઈ અને વાઘેલા જીલુંજી આંબાજીએ પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને ચાંદીના સિક્કા આપ્યા.

અધ્યક્ષ રાઠોડે ટ્રસ્ટને રૂ. 51,000નું દાન આપ્યું. કાર્યક્રમનું સફળ સંચાલન બાબુજી પઢિયાર, લગધીરસિંહ રાઠોડ, ભેમોજી વાઘેલા સહિતના સભ્યોએ સંભાળ્યું હતું. ભોજન વ્યવસ્થામાં દીપુબા કાનજીજી, મહાવીરસિંહ, ભેમુજી, કનુજી અને વિક્રમસિંહનો ઉલ્લેખનીય સહયોગ રહ્યો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande