પાટણ, 22 સપ્ટેમ્બર (હિ.સ.)ચાણસ્મા તાલુકાના ઇસ્લામપુર ગામના 58 વર્ષીય કનુભાઈ પટેલે રણુંજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ સંખારી ગામના લાલાભાઈ અને પ્રજાપતિ દેવેન્દ્રભાઈ કેશવલાલ સામે નોંધાઈ છે.
આરોપીઓએ ભીમગોડા-હરિદ્વાર ખાતે કથા સાંભળવા માટે 52 લોકોને યાત્રા પર લઈ જવાનું કહેતાં દરેક પાસેથી રૂ. 3500 મુજબ નાણાં વસૂલ્યા હતા. પૈસા લીધા પછી કોઈને પણ પ્રવાસ પર લઈ જવાયા નહોતા, જેના કારણે લોકોને વિશ્વાસઘાતનો અનુભવ થયો હતો.
રણુંજ પોલીસે આ બનાવ અંગે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 315(2) અને 318(4) હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ