પોરબંદરના સમુદ્રમાં માલવાહક જહાજમાં વિકરાળ આગ.
પોરબંદર, 22 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરના ઓલવેધર પોર્ટ પર આજે સોમવારે સવારના સમયે એક માલવાહક જહાજમા આગ લાગી હતી. જેને પગલે તેમને બુજાવાની કામગીરી શરૂ કરવામા આવી હતી આ માલ ભરીને સોમાલીયા જવાનુ હતુ.જામનગરનુ પીડીઆઇ 1383 હરિદર્શન નામનુ જહાજ 950 ટન ચોખા અને
પોરબંદરના સમુદ્રમાં માલવાહક જહાજમાં વિકરાળ આગ.


પોરબંદરના સમુદ્રમાં માલવાહક જહાજમાં વિકરાળ આગ.


પોરબંદરના સમુદ્રમાં માલવાહક જહાજમાં વિકરાળ આગ.


પોરબંદરના સમુદ્રમાં માલવાહક જહાજમાં વિકરાળ આગ.


પોરબંદર, 22 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરના ઓલવેધર પોર્ટ પર આજે સોમવારે સવારના સમયે એક માલવાહક જહાજમા આગ લાગી હતી. જેને પગલે તેમને બુજાવાની કામગીરી શરૂ કરવામા આવી હતી આ માલ ભરીને સોમાલીયા જવાનુ હતુ.જામનગરનુ પીડીઆઇ 1383 હરિદર્શન નામનુ જહાજ 950 ટન ચોખા અને 78 ટન ખાંડ ભરી અને પોરબંદરના ઓલવેધર પોર્ટ અન્ય માલ ભરવા માટે આવ્યુ હતુ. તે દરમ્યાન આજે સવારના સમયે જહાજમા એકાએક આગ લાગી હતી સલામતીના ભાગરૂપ જહાજને પોર્ટથી દુર દરિયામા લઇ જવામા અને ત્યાં આગ બુઝવાની કામગીર શરૂ કરવામા આવી હતી. આ જહાજમા રહેલા 14 ક્રુ મેમ્બરોને સહિસલામત બહાર કાઢી લેવામા આવ્યા હતા. ચોખા અને ખાંડ ભેરલુ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ. જેના કારણે દુર દુર સુધી જવળાઓ જોવા મળી હતી. આ આગ કયા કારણોસર લાગી તે અંગેની કોઈ વિગતો બહાર આવી નથી આગના કારણે જહાજને ભારે નુકશાન થયુ હોવાનુ જાણવા મળી રહ્યુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande