પોરબંદર, 22 સપ્ટેમ્બર (હિ.સ.)આજથી નવરાત્રિના પર્વનો પ્રારંભ થયો છે.ત્યારે પોરબંદરમા પણ ભકિતસર વાતાવરણ જોવા મળી રહ્યુ છે. પોરબંદર શહેરમા આવેલા પૌરાઇ માતાજી, મહાલક્ષ્મી મંદિર, વાઘેશ્વરી માતાજી, ખોડિયાર માતાજી અને મંગલેશ્વરી માતાજીના મંદિરે દર્શન કરવા ભકતોની ભારે ભીડ જોવા મળી હતી તો લોકોએ પોતાના ઘરે ઘટ સ્થાપન કરી અને માતાજીની આરાધનાનો પ્રારંભ કર્યો છે. નવરાત્રિ દરમ્યાન સવાર-સાંજ માતાજીની પુજા-અર્ચના અને ધુપ-દીપ સાથે આરતી અને ગરબાનુ ગાન કરી માતાજીને રીઝવાનો પ્રયાસ કરશે તો બીજી તરફ પ્રાચીન અને અર્વાચીન ગરબીનો પણ પ્રારંભ થશે નાની બાળાઓ ગરબે ઘુમી માતાજીની આરધના કરશે તો અર્વાચીન રાસોત્સવમાં ખૈલયા રાસની રમઝટ બોલાવશે નવરાત્રિના નવ દિવસ માય ભકતો માતાજીની ભકિત કરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya