વલસાડના આયુર્વેદ દવાખાના દ્વારા સરદાર હાઈટ્સ ખાતે સર્વ રોગ નિદાન ચિકિત્સા કેમ્પ યોજાયો
વલસાડ, 22 સપ્ટેમ્બર (હિ.સ.) રાજય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામક આયુષ કચેરી, ગાંધીનગર દ્વારા પ્રેરિત તેમજ વલસાડ જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાના, તિથલના મેડિકલ ઓફિસ ડો.ધર્મિષ્ઠા પટેલ દ્વારા રાષ્ટ્રી
વલસાડના આયુર્વેદ દવાખાના


વલસાડ, 22 સપ્ટેમ્બર (હિ.સ.) રાજય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામક આયુષ કચેરી, ગાંધીનગર દ્વારા પ્રેરિત તેમજ વલસાડ જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાના, તિથલના મેડિકલ ઓફિસ ડો.ધર્મિષ્ઠા પટેલ દ્વારા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી નિમિત્તે સરદાર હાઈટસ, તીથલ રોડ ખાતે સર્વરોગ નિદાન ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં જિલ્લા આયુર્વેદ અધિકારી ઉર્વીબેન પટેલે હાજરી આપી હતી. આ કેમ્પમાં વિવિધ પ્રકારના રોગોનું નિદાન કરી તેની નિઃશુલ્ક ચિકિત્સા કરી જરૂરી દવાઓ આપવામાં આવી હતી સાથે વિવિધ રોગોના પથ્યાપથ્યના પેમ્પ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકોને વધુમાં વધુ આયુર્વેદનો ચિકિત્સા તરીકે લાભ લેવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. કેમ્પમાં ડૉ.ધર્મિષ્ઠા પટેલ, ફાર્માસિસ્ટિ દીપિકા પટેલ અને સેવક ચૈતાલી બરોડીયાએ સેવા આપી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande