પાટણ, 22 સપ્ટેમ્બર (હિ.સ.)રાધનપુર તાલુકાના સરકારપુરા ગામના ખેડૂત વિરમભાઈ ઠાકોરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે નાની પીપળી ગામના ત્રણ શખસોએ તેમની ભેંસો ખેતીવાળા ખેતરમાં ચરાવી, પાકને નુકસાન પહોંચાડ્યું છે.
વિરમભાઈ 21 સપ્ટેમ્બર 2025ના રોજ કમાલપુર ગામ નજીક આવેલા પોતાના ખેતરમાં ગયા ત્યારે તેમણે જોયું કે ભૂટાભાઈ કમશીભાઈ, ઈશ્વરભાઈ દાનાભાઈ અને ભેમાભાઈ બબાભાઈ પોતાની ભેંસો ખેતરમાં ચરાવી રહ્યા હતા. ખેડૂત દ્વારા જણાવ્યું હતું કે તેમણે ખેતરમાં એરંડા અને અડદનો પાક વાવ્યો હતો.
ભેંસો ચરાવાના કારણે ખેતરમાં ઊભેલા પાકને અંદાજે 10 હજાર રૂપિયાનું નુકસાન થયું હતું. વિવાદ બાદ રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ