કમલાબાગ પોલીસ સ્ટેશનમાંથી કારની ઉઠાંતરી
પોરબંદર, 22 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ રાત્રીના 12 વાગ્યાના અરસામાં પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન એક કારને રોકતા કારમાંથી બે ઈસમો ઉતરી નાસી ગયા હતા. જેથી શંકા જતા કારની તલાશી લેતા ઈંગ્લીશ દારૂની 36 બોટલ મળી આવી હતી જેથી ક
કમલાબાગ પોલીસ સ્ટેશન માંથી કાર ની ઉઠાંતરી.


પોરબંદર, 22 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ રાત્રીના 12 વાગ્યાના અરસામાં પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન એક કારને રોકતા કારમાંથી બે ઈસમો ઉતરી નાસી ગયા હતા.

જેથી શંકા જતા કારની તલાશી લેતા ઈંગ્લીશ દારૂની 36 બોટલ મળી આવી હતી જેથી કારને કબ્જે કરી કમલાબાગ પોલીસ સ્ટેશન લઇ અવાઈ હતી અને આ મામલે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સુખાભાઈ જાંબુચા અન્ય સ્ટાફ સાથે ગત તા. 19 સપ્ટેમ્બરના રોજ રાત્રીના 12 વાગ્યાના અરસામાં પેટ્રોલિંગમાં હતા તે સમયે એક હ્યુન્ડાઇ કાર રોકી હતી. આ કારને રોકતા તેમાંથી બે ઈસમો નીકળી અંધારાનો લાભલઇ નાસી છૂટ્યા હતા. જેમાંથી એક ઈસમની દિપક પંડ્યા તરીકે ઓળખ થઈ હતી. શંકાના આધારે કારની તલાશી લેતા તેમાંથી 36 બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવ્યો હતો જેથી દારૂની બોટલ કિંમત રૂપિયા 40 હજાર અને કાર કિંમત 5 લાખ ગણી મુદ્દામાલ કબ્જે કરી દિપક ભગવાનજી પંડ્યા અને એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ પ્રોહીબીશનની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરાવી હતી. બીજા દિવસે સવારે ક્રાઈમ રાઈટરને કબ્જે કરેલો મુદ્દામાલ સોંપવાજતા હતા તે સમયે કમલબાગના પરિસરમાં કાર જોવા ન મળતા જેથી પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ ચેક કરતા દિપક પંડ્યા રાત્રીના 1 વાગ્યાના અરસામાં પોલીસ સ્ટેશનની દીવાલ કૂદી બીજી ચાવીથી થી અન્ય કોઈ પણ રીતે કાર ચાલુ કરી પી.એસ.ઓ.ની નજર ચૂકવી કમલાબાગ પોલીસ સ્ટેશનના પરિસરમાંથી કાર લઇ જતો નજરે ચડ્યો હતો. જેથી દિપક પંડયા વિરુદ્ધ ચોરીનો વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનમાંથી કાર ચોરી થયાની ફરિયાદ દાખલ કર્યા બાદ પોલીસે ગણતરીની કલાકોમાં જ કાર શોધી ફરી પોલીસ સ્ટેશનના પરિસરમાં લઇ આવવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande