પોરબંદર, 22 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરમા સોરઠીયા પ્રજાપતિ સામાજની સંસ્થા સોરઠીયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળની બેઠકમા જ્ઞાતિના જ ચાર સભ્યોએ સંસ્થાના પ્રમુખ પર હુમલો કર્યો હતો આ બનાવમા સંસ્થાએ ચાર લોકો જ્ઞાતિમાંથી બહિષ્કૃત કર્યા હોવાનુ જ્ઞાતિના પ્રમુખ જણાવ્યુ હતુ. પોરબંદરમા સોરઠીયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળની ગઈકાલે તા.21ને રવિવારે સાધરણ સભાની આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં તેમનુ લાઈવ ટેલિકાસ્ટ યુ ટયુબ પર કરવામા આવતુ હતુ સંસ્થાના પ્રમુખ વિજયભાઇ ગોહેલ વિવિધ મુદાની ચર્ચા કરી રહ્યા હતા, તે દરમ્યાન સભામા હાજર અશોક શામજી વારા, સંજય સામજી વારા, જગદિશ ખીમજી શિંગડીયા અને વિનોદ ડાયા જેઠવા ગેરકાયદેસર મંડળી રચી સભાની કાર્યવાહી ખોરવાય તે રીતો અવરોધ ઉભો કરી રહ્યા હતા. તે દરમ્યાન અશોક સામજી વારા સ્ટેજ પર ધસી જઇ પ્રમુખ વિજયભાઈ ગોહેલ પર હિચાકારો હુમલો કર્યો હતો. આ બનાવ બાદ સંસ્થા દ્રારા તેમની સામે કાયદાકીય કાર્યવાહી નહિં કરવા અને ચાર લોકોને નિંદા પ્રસ્તાવ કરી અને હાલ તેમનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હોવાનુ સંસ્થાના પ્રમુખ વિજયભાઈ ગોહેલે જણાવ્યુ હતુ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya