પોરબંદર, 22 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદરની એક મહિલાને એક શખ્સે લગ્ન લાલચ વારંવાર શરિર સંબંધ બાધ્યો હતો, મહિલા લગ્ન કયારે કરીશ તેવુ કહેતા શખ્સે માર મારી અને મહિલા અને તેમના પુત્રને મારી નાંખવાની ધમકી આપી હતી.
પોરબંદરના બોખીરા ખાતે રહેતા નિલેષ ઉર્ફે પીલ્લો ખુંટી નામના શખ્સે એક મહિલાને લગ્નની લાલચ આપી અને તેમની સાથે અવારનવાર શરીર સબંધ બાધ્યો હતો, મહિલાએ નિલેષને લગ્ન કયારે કરીશ તેવુ કહેતા મહિલાને બેફામ ગાળ આપી ઢિકા પાટુનો માર માર મારી પેટા અને આંખના ભાગે ઈજા પહોંચાડી હતી અને લગ્ન કરવાની ના પાડી તે વાત કોઈને કહિશ તો મહિલા અને તેમના પુત્રને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી આ બનાવ અંગ ઉદ્યોગનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya