પાટણ, 22 સપ્ટેમ્બર (હિ.સ.)સિદ્ધપુર શહેરમાં સિકોતર માતાના મંદિર પાસે પશુવાદરની પોળ નજીક સરસ્વતી નદીમાં અસ્થિર માનસિક સ્થિતિ ધરાવતા નિલેશ બાલા નામના યુવક નદીમાં ડૂબી જતાં મૃત્યુ પામેલ છે.
ઘટનાની જાણ થતા પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ તુરંત સ્થળ પર પહોંચી ગયા. સ્થાનિક તરવૈયાઓ અને ફાયર બ્રિગેડ ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. લાંબી શોધખોળ બાદ યુવકનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો.
મૃતક નિલેશ સિંધી સમાજનો સભ્ય હતો. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે. સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ