જામનગરના પડાણાથી પોરબંદર લઈ જવાતો દેશી દારૂનો જથ્થો ઝડપાયો
જામનગર, 22 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ જામનગર ખંભાળિયા હાઈવે રોડ પર મોડપર ગામના પાટીયા પાસે વોચ ગોઠવી એક કારમાં થઈ રહેલી દેશી દારૂની મોટી હેરાફેરી પકડી પાડી છે, અને અંદાજે 700 લીટર જેટલો દેશી દારૂનો જથ્થો અને કાર વગેરે સહિત
દેશી દારૂ


જામનગર, 22 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ જામનગર ખંભાળિયા હાઈવે રોડ પર મોડપર ગામના પાટીયા પાસે વોચ ગોઠવી એક કારમાં થઈ રહેલી દેશી દારૂની મોટી હેરાફેરી પકડી પાડી છે, અને અંદાજે 700 લીટર જેટલો દેશી દારૂનો જથ્થો અને કાર વગેરે સહિત રૂપિયા સાડા આઠ લાખની માલમતા સાથે પોરબંદરના એક શખ્સને ઝડપી લીધો છે, જ્યારે દારૂ સપ્લાય કરનાર પડાણાની એક મહિલા તેમજ દારૂના રિસીવર પોરબંદરના એક બુટલેગર સહિત અન્ય ત્રણને ફરારી જાહેર કરાયા છે.

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે મોડપર ગામના પાટીયા પાસે વોચ ગોઠવી હતી, જે દરમિયાન એક કાર શંકાસ્પદ હાલતમાં જણાતાં તેમને રોકીને કારની તલાસી લીધી હતી. જે તલાસી દરમિયાન કારની અંદરથી ૭૦૦ લીટર જેટલા દેશી દારૂનો માતબર જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દેશી દારૂ કાર અને મોબાઈલ ફોન સહિત રૂપિયા સાડા આઠ લાખની માલમતા કબજે કરી લીધી છે, જ્યારે કાર ચલાવી રહેલા પોરબંદરના વતની કેશુભાઈ રામાભાઈ મોરીની અટકાયત કરી લીધી છે.

પોલીસની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દેશી દારૂ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામ પાસે ચારણનેશ વિસ્તારમાં રહેતી ડાહીબેન સોરિયા ઉપરાંત રામાભાઇ સોરીયા એ તૈયાર કરીને દારૂ સપ્લાય કર્યો હોવાનું જણાવ્યું હતું, જેથી તે બંનેને ફરારી જાહેર કરાયા છે, જ્યારે ઉપરોક્ત દારુ પોરબંદરના બુટલેગર બબુ કરસનભાઈ કટારા એ મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી તેને પણ ફરારી જાહેર કરી ત્રણેય ની શોધખોળ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande