જમ્મુ, નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર (હિ.સ.): બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) એ, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ધરપકડ કરાયેલા એક પાકિસ્તાની નાગરિકને પાકિસ્તાન મોકલી દીધો છે.
અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે, મોહમ્મદ અકરમ નામના પાકિસ્તાની નાગરિકને 25 સપ્ટેમ્બરના રોજ જમ્મુ શહેરની બહારના આરએસ પુરા સેક્ટરમાં આકસ્મિક રીતે ભારતીય સરહદમાં પ્રવેશ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ સમયે ઘુસણખોર પાસેથી કોઈ ગુનાહિત સામગ્રી મળી આવી ન હતી. તેની પૂછપરછમાં પુષ્ટિ મળી હતી કે, તે ભૂલથી સરહદ પાર કરી ગયો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની નાગરિકની પૂછપરછ કર્યા પછી, બીએસએફ એ તેના પાકિસ્તાની સમકક્ષોનો સંપર્ક કર્યો અને જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી, શુક્રવારે મોડી રાત્રે આરએસ પુરા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ફ્લેગ મીટિંગ દરમિયાન તેને ચિનાબ રેન્જર્સને સોંપી દીધો.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ