પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, 16 ઓક્ટોબરે આંધ્રપ્રદેશની મુલાકાત લેશે
અમરાવતી, નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આગામી મહિનાની 16 ઓક્ટોબરે આંધ્રપ્રદેશમાં રહેશે. તેઓ કુર્નૂલ અને નંદ્યાલ જિલ્લાઓની મુલાકાત લેશે અને શ્રીશૈલમમાં મલ્લિકાર્જુન સ્વામી મંદિરની મુલાકાત લેશે. રાજ્યના માહિતી ટેકનોલોજી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી-ફાઈલ ફોટો


અમરાવતી, નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આગામી મહિનાની 16 ઓક્ટોબરે આંધ્રપ્રદેશમાં રહેશે. તેઓ કુર્નૂલ અને નંદ્યાલ જિલ્લાઓની મુલાકાત લેશે અને શ્રીશૈલમમાં મલ્લિકાર્જુન સ્વામી મંદિરની મુલાકાત લેશે. રાજ્યના માહિતી ટેકનોલોજી મંત્રી નારા લોકેશે, શનિવારે આ જાહેરાત કરી.

મંત્રી નારા લોકેશે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી કુર્નૂલમાં મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ અને નાયબ મુખ્યમંત્રી કે. પવન કલ્યાણ, ગઠબંધનના નેતાઓ સાથે એક રોડ શો પણ કરશે. આ રોડ શોમાં લોકોને તાજેતરના જીએસટી દર ઘટાડા અને તેના ફાયદાઓ વિશે માહિતી આપવામાં આવશે. પ્રધાનમંત્રી તેમની મુલાકાત દરમિયાન અનેક નવા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.

નાંરા લોકેશે, આંધ્રપ્રદેશ વિધાન પરિષદની લોબીમાં પ્રધાનમંત્રી મોદીની મુલાકાત અંગે મંત્રીઓ અને એમએલસી ને માહિતી આપતા કહ્યું કે, રાજ્ય સરકારે પ્રધાનમંત્રીના ભવ્ય સ્વાગત માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

હિન્દુસ્થાન સમાચાર/નાગરાજ રાવ/ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande