પાટણ, 3 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણ લાડી લોહાણા સિંધી સમાજની જનરલ મિટિંગ 29 ઓગસ્ટ 2025ના રોજ ઝૂલેલાલ મંદિર ખાતે યોજાઈ હતી. સમાજના પ્રમુખ હરેશભાઈ નારણદાસ લાલવાણીએ છેલ્લા ત્રણ વર્ષના હિસાબો રજૂ કર્યા હતા અને આ સમયગાળામાં સમાજ દ્વારા કરવામાં આવેલા કાર્યો અને સુધારાઓ અંગે સભ્યોને માહિતગાર કર્યા હતા.
મિટિંગ દરમિયાન જૂની કારોબારી ભંગ કરી નવી કારોબારીની રચના કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, પરંતુ સભ્યોની એકસુરમાં થયેલી માગણીને ધ્યાનમાં રાખીને જૂની કારોબારીને જ ફરીથી જવાબદારી સોંપવામાં આવી હતી. નવી કારોબારીમાં હરેશકુમાર એન. લાલવાણીને ફરીથી પ્રમુખ બનાવવામાં આવ્યા છે, જ્યારે જગદીશકુમાર ભોજરાજમાલ ઠક્કર સેક્રેટરી અને જગદીશભાઈ બચાની (પપ્પુભાઈ) જોઈન્ટ સેક્રેટરી તરીકે કાર્યરત રહેશે.
ચંદનભાઈ વિરવાણી ખજાનચી, હરેશકુમાર રેલુમલ ઠક્કર ઉપપ્રમુખ, પરષોત્તમભાઈ માધવદાસ ઠક્કર ઓડિટર અને ચંદ્રકુમાર કુંદનલાલ ઠક્કર મીડિયા પ્રભારી તરીકેની જવાબદારી સંભાળશે. અંતે, સ્વામી લીલાશાહ ભગવાન, ભગવાન શ્રી ઝૂલેલાલ અને હિંગળાજ માતાના જયકારાઓ સાથે નવનિયુક્ત પદાધિકારીઓને સભ્યો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ