બીએસએફએ આંતરરાષ્ટ્રીય સરહદ પર, 5.20 કરોડ રૂપિયાના, 43 સોનાના બિસ્કિટ જપ્ત કર્યા
-બીએસએફ ગુવાહાટી ફ્રન્ટિયર આઈજીએ, ભારત-બાંગ્લાદેશ સરહદ પર ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરી ગુવાહાટી,નવી દિલ્હી,03 સપ્ટેમ્બર (હિ.સ.) બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ), ગુવાહાટી ફ્રન્ટિયરના ઇન્સ્પેક્ટર જનરલ (આઈજી) સુખદેવ રા
બીએસએફ


-બીએસએફ ગુવાહાટી ફ્રન્ટિયર આઈજીએ,

ભારત-બાંગ્લાદેશ સરહદ પર ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરી

ગુવાહાટી,નવી દિલ્હી,03 સપ્ટેમ્બર (હિ.સ.) બોર્ડર

સિક્યુરિટી ફોર્સ (બીએસએફ),

ગુવાહાટી

ફ્રન્ટિયરના ઇન્સ્પેક્ટર જનરલ (આઈજી) સુખદેવ રાજે ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પર સરહદી

ચોકીઓનો, ત્રણ દિવસનો વ્યાપક પ્રવાસ કર્યો. આ દરમિયાન, તેમણે વર્તમાન

સુરક્ષા પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું અને વાહનોની ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા

કરી. આ ઉપરાંત, ઓપરેશન દરમિયાન, BSF એ 5.20 કરોડ રૂપિયાના 43 સોનાના બિસ્કિટ

જપ્ત કર્યા.

બુધવારે જારી કરાયેલા એક નિવેદનમાં, બીએસએફગુવાહાટી

ફ્રન્ટિયર પીઆરઓએ જણાવ્યું હતું

કે,” ઇન્સ્પેક્ટર જનરલની મુલાકાત દરમિયાન, સંબંધિત બટાલિયનના કમાન્ડન્ટે, ભારત-બાંગ્લાદેશ

આંતરરાષ્ટ્રીય સરહદ પર ઓપરેશનલ તૈયારીઓ, સરહદ પારના ગુનાઓને નિયંત્રિત કરવા અને સરહદ પર વિવિધ

પડકારોનો સામનો કરવા માટે, અપનાવવામાં આવી રહેલી વ્યૂહરચના વિશે વિગતવાર માહિતી

આપી હતી. મંગળવારે સમાપ્ત થયેલી મુલાકાત દરમિયાન, ઇન્સ્પેક્ટર જનરલે આસામ અને પશ્ચિમ બંગાળને

અડીને આવેલા ભારત-બાંગ્લાદેશ સરહદી વિસ્તારોની મુલાકાત લીધી.”

ઇન્સ્પેક્ટર જનરલની મુલાકાત દરમિયાન, 138મી બટાલિયનના

સતર્ક સરહદ રક્ષકો દ્વારા અત્યંત સતર્કતા અને સમર્પણ સાથે, આયોજનબદ્ધ રીતે એક ખાસ

કામગીરી હાથ ધરવામાં આવી હતી.

બીએસએફએ જણાવ્યું છે કે,” આ કામગીરી દરમિયાન, 43 સોનાના

બિસ્કિટ મળી આવ્યા હતા.જેનું કુલ વજન લગભગ 5.૦17 કિલો હતું અને અંદાજિત બજાર કિંમત

5.2૦ કરોડ રૂપિયા છે.”

જવાનોની વફાદારી અને પ્રતિબદ્ધતાને ઓળખતા, સુખદેવ રાજે સરહદ

પર તૈનાત અધિકારીઓ અને સરહદ રક્ષકોને, મળ્યા અને રાષ્ટ્રની સરહદોનું રક્ષણ કરવામાં

તેમના અથાક પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ આ કામગીરી

સફળતાપૂર્વક પાર પાડનારા સરહદ રક્ષકોની સતર્કતા અને વ્યાવસાયિક અભિગમની ખાસ

પ્રશંસા કરી.

તેમણે કહ્યું કે,” આવી સિદ્ધિઓ સરહદ પારની દાણચોરી સામે સરહદ સુરક્ષા

દળના અટલ સંકલ્પ અને રાષ્ટ્રીય સરહદોની અખંડિતતા સુનિશ્ચિત કરવા પ્રત્યેની તેની

પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.”

હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ રાય / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande