નવી દિલ્હી, 03 સપ્ટેમ્બર
(હિ.સ.) ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગે બુધવારથી ત્રણ દિવસની મુલાકાતે, ભારત આવી
રહ્યા છે. 6 સપ્ટેમ્બર સુધીની તેમની મુલાકાતમાં, તોબગે તેમની
પત્ની ઓમ તાશી ડોમા સાથે અયોધ્યા અને ગયાજી પણ જશે. આ પછી, તેઓ દિલ્હીમાં
વિદેશ-પ્રધાન ડૉ. એસ. જયશંકરને મળશે.
આ પહેલા, તોબગે 20-21 ફેબ્રુઆરી દરમિયાન
ભારતની સત્તાવાર મુલાકાતે હતા. આ દરમિયાન, તેમણે 'સ્કૂલ ઓફ
અલ્ટીમેટ લીડરશીપ'ના પ્રથમ નેતૃત્વ પરિષદમાં હાજરી આપી હતી. આમાં, તોબગેએ વડાપ્રધાન
મોદીને 'મોટા ભાઈ' અને 'ગુરુ' કહીને સંબોધ્યા હતા અને મોદી પાસેથી માર્ગદર્શન માંગ્યું હતું, જેથી તેઓ
ભૂટાનમાં જાહેર સેવામાં પરિવર્તન લાવવામાં મદદ કરી શકે.
તોબગેએ હિન્દીનો પણ ઉપયોગ કર્યો હતો, જેની દર્શકોએ
પ્રશંસા કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ